અત્યાર સુધીમાં તમે બજારની ઘણી બધી ગાર્લિક બ્રેડ ખાધી હશે, પરંતુ શું તમે ક્યારેય તેને ઘરે બનાવવાનો પ્રયાસ કર્યો છે?, જો તમારો જવાબ 'ના' છે તો આજે અમે તમને જણાવીશું કે તમે ઘરે કેવી રીતે ગાર્લિક બ્રેડ બનાવી શકો છો. તમે વિચારતા હશો કે ગાર્લિક બ્રેડને ઘરે બનાવવી બહુ મુશ્કેલ છે, તો એવું બિલકુલ નથી. તમે તમારા ઘરે પણ સરળતાથી ગરમાગરમ ગાર્લિક બ્રેડ બનાવી શકો છો. તેને સવારના નાસ્તામાં સરળતાથી બનાવીને ખાઈ શકાય છે. ગાર્લિક બ્રેડ ચીઝ ડિપ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમારી પાસે ઓવન ન હોય તો ગાર્લિક બ્રેડને તવા પર સરળતાથી ઘરે બનાવી શકાય છે. ચાલો જાણીએ રેસિપી.
ગાર્લિક બ્રેડ બનાવવા માટે સામગ્રી
1 પેકેટ બ્રેડ, 1/4 કપ ઓલિવ તેલ, 4 ચમચી બટર, 4-5 મોટી લસણની કળી, 2 ચમચી અજવાઈન, સ્વાદઅનુસાર મીઠું.
ગાર્લિક બ્રેડ બનાવવાની રીત
ગાર્લિક બ્રેડ બનાવવા માટે સૌપ્રથમ લસણને બારીક કાપી તેને છીણી લો. આ પછી એક બાઉલમાં બટર નાખો અને તેમાં સમારેલ લસણ નાખી તેને સારી રીતે મિક્સ કરી દો.
હવે બ્રેડની સ્લાઈસ લો તેના પર ચમચીની મદદથી બટર નાખીને સારી રીતે ફેલાવી દો. એ જ રીતે બધી બ્રેડ તૈયાર કરી લો. હવે તવાને ગેસ પર મૂકીને ગરમ કરો અને બધી બ્રેડને રાખી એક બાજુથી શેકી લો. 2-3 મિનિટમાં તમારી બ્રેડ તૈયાર થઈ જશે. ચીઝમાં ડિપ કરીને તેનો આનંદ માણો.
