Bajra Rotla Recipe: ગામડામાં બાજરોનો રોટલો બનાવવો સામાન્ય વાત છે. પરંતુ આજના સમયમાં શહેરમાં દરેક વ્યક્તિથી બાજરાનો રોટલો બનાવવો સરળ નથી. ત્યારે અલગ રીતે બાજરાના રોટલાને સરળતાથી કેવી રીતે બનાવી શકાય તેની રેસિપી આજે ગુજરાતી જાગરણ અહીં તમને જણાવશે.
જરૂરી સામગ્રી
- બાજરીનો લોટ: જરૂર મુજબ.
- મીઠું: સ્વાદ પ્રમાણે, થોડું.
- પાણી: જરૂર મુજબ, થોડું થોડું.
- ઘી: સર્વ કરવા માટે.
બાજરીના રોટલાની રેસીપી઼
- સૌ પ્રથમ, લોટ લો. તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખો અને લોટને મિક્સ કરી લો.
હવે તેમાં થોડું થોડું પાણી નાખીને લોટ બાંધો. બાજરીના રોટલા માટે કઠણ લોટ બાંધવાની જરૂર નથી.
લોટને ભેગો કરવા માટે હાથનો થોડો સપોર્ટ આપો. કણકને હથેળીની મદદથી પ્રેસ કરતા રહેવાનું છે. આમ કરવાથી લોટ ફટાફટ મોઈશ્ચરાઈઝ થઈ જશે.
લગભગ 1 મિનિટ સુધી લોટને મસળવાથી સરસ લોટ તૈયાર થઈ જશે.
તૈયાર લોટમાંથી એક સરખી લોઈ બનાવો. એક પ્લાસ્ટિકની થેલી લો. થેલી પર લુવુ મૂકી દો.
હવે ડીશ લઈને તેના ઉપર (પ્લાસ્ટિક પર) ધીરે ધીરે પ્રેસ કરો.
છી હાથની મદદથી રોટલાને વણી લો. રોટલાને વણવા માટે પાણીની બિલકુલ જરૂર નથી.
કોરે કોરે (કિનારીથી) રોટલાને પ્રેસ કરતા રહો. આમ કરવાથી રોટલો ધીમે ધીમે સરસ મોટો થાશે. - એક બાજુમાં તવી ગરમ કરવા મૂકી દો. રોટલો બનાવતી વખતે તવી પ્રોપર ગરમ થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. જો તવી ગરમ નહીં હોય, તો રોટલો રબડી જેવો બની જશે.
જ્યારે તવી ગરમ થઈ જાય, ત્યારે તેના પર તૈયાર રોટલો નાખી દો.
રોટલા પર ખાસ ધ્યાન રાખવાનું છે: જો રોટલો ઉપરથી કોરો થઈ જાય, તો તે અંદર બળી જશે (કાઠિયાવાડી ભાષામાં, રોટલામાં હવા બચી જશે અને તે નીચે બળી જશે).
રોટલાને તવી પર નાખ્યા પછી, તેને તરત પલટાવી દેવાનો છે.ચમચાની મદદથી રોટલાને થોડો પ્રેસ કરો, જેથી તેની અંદર બિલકુલ હવા ન રહે.
હવે રોટલાને તવી પરથી ઉતારીને ગેસની આંચ પર શેકી લો. તૈયાર રોટલો ફૂલી જશે. - રોટલો બની ગયા પછી, તેને ગરમા ગરમ સર્વ કરવાનો છે. રોટલાનો સ્વાદ વધારવા માટે, રોટલાને છરીની મદદથી ઉપરથી કાપી લો. આ કટ કરેલા ભાગની અંદર ઘી લગાવો. કાઠિયાવાડમાં ઘી લગાવવું જરૂરી છે. રોટલાની ઉપરના ભાગ પર પણ થોડું ઘી લગાવીને સર્વ કરો.