Limbu Gota: બટાકા વડા તો ખાધા હશે આજે ટ્રાય કરો લીંબુ ગોટા, નોંધી લો રેસિપી

ભજીયાના ચાહકને તમે ભજીયા કોઈપણ સિઝનમાં કોઈપણ સમયે પિરસો તે ના જ નહીં પાડે. આજે લીંબુ ગોટાની રેસિપી જાણીશું.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Thu, 15 May 2025 04:38 PM (IST)Updated: Thu, 15 May 2025 04:38 PM (IST)
limbu-gota-to-make-at-home-easy-bhajiya-recipe

Limbu Gota Recipe: લીંબુ ગોટા સાંભળવામાં થોડું અલગ લાગશે. પરંતુ આ બટાકા વડાનું એક એલગ જ વર્ઝન કહી શકો છો. કારણે કે તેમા અલગ અલગ મસાલાનો ટેસ્ટ ગજબ આવે છે. તો ચાલો બનાવીએ લીંબુના ગોટા.

લીંબુ ગોટા બનાવવાની સામગ્રી

  • બટાકા
  • કોથમરી
  • લીલા મરચા
  • ચણાનો લોટ
  • તેલ
  • ખાવાનો સોડ
  • લીંબુ
  • મીઠું
  • કોથમરી
  • આદુ
  • તલ
  • ગરમમસાલો
  • ધાણાજીરું
  • ખાંડ
  • મરી પાવડર
  • લસણ

લીંબુ ગોટા બનાવવાની રીત

  • 300 ગ્રામ બટાકાને બાફી લો. પછી તેની છાલ ઉતારી લો.
  • બાઉલમાં ચણાનો લોટ લો. પછી તેમા મીઠું ઉમેરી મિકસ કરો.
  • પછી પાણી ઉમેરી બેટર તૈયાર કરો. ઈડલીના ખીરા જેવું બેટર બનવું જોઈએ.
  • મિક્સર જારમાં 6 લીલા મરચા લો, તેમા 10 લસણની કળી, થોડું, આદુ અને લીલી કોથમરી ઉમેરી અધકચરું પીસી લો. પછી તેને વાટકામાં કાઢી લો.
  • બાઉલમાં થોડા તલ લો, તેમા મરી પાવડર,જીરું, ધાણાજીરું પાવડર, મીઠું, થોડી ખાંડ,ગરમ મસાલો,પીસેલી પેસ્ટ અને થોડો લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો.
  • પછી આ મસાલામાં બટાકાને ઉમેરી મેશ કરી લો. બરાબર મિક્સ પણ કરો અને તેમાથી નાના નાના ગોળા બનાવી લો.
  • હવે તેલ ગરમ મૂકો. આ બેટરમાં ખાવાનો સોડા અને લીંબુનો રસ ઉમેરી ગોળાને ડૂબાડી તેલમાં તળી લો. તૈયાર છે તમારા લીંબુના ગોટા. પછી તેને સર્વ કરો. તેને તળેલા મરચા, ડુંગળી અને ગોટાને તોડીને તેમા લીંબુનો રસ ઉમેરી ખાઓ. મજા પડશે.