Dungaliyu Sabji Recipe: મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું બનાવાની કંઈ રીતે બનાવવું તે આજે ગુજરાતી જાગરણ તમને જણાવશે. ડુંગળીનું શાક સૌરાષ્ટ્રમાં પણ ખવાય છે પરંતુ મહેસાણાની સ્ટાઈલમાં તેને અલગ રીતે બનાવવામાં આવે છે.
મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું બનાવાની સામગ્રી
- ડુંગળી
- ટમેટા
- રાઈ
- હીંગ
- કાશ્મિરી લાલ મરચું પાવડર
- ધાણાજીરું
- ગરમ મસાલો
- આચાર માસોલો
- હળદર
- મીઠું
- લીલી ડુંગળી
- કાજુ
- ગોળ
- લસણ
- આદુ
- શીંગદાણા
- દહીં
- પાપડી
- કોથમરી
- કોથમરી
મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું બનાવાની રીત
- ડુંગળીને પતલી સ્લાઈસમાં સમારી લો અને ટમેટાને પણ બારીક કાપી લો.
- પછી કઢાઈમાં એક નાનો વાટકો તેલ મૂકો. પછી તેમા રાઈ ઉમેરો, રાઈ ફૂટી જાય તેમા હીંગ અને સમારેલી ડુંગળી ઉમેરો.
- હવે છ મિનિટ સુધી તેને સાતળો.
- પછી કાશ્મિરી લાલ મરચું પાવડર, ધાણાજીરું, ગરમ મસાલો, આચાર માસોલો, હળદર, મીઠું ઉમેરી બધું મિક્સ કરો.
- પછી તેમા સમારેલું કેપ્સિકમ, સમારેલા લીલા મરચા, ટમેટા, લીલી ડુંગળી અને લીલું લસણ સમારી ઉમેરવું. બધુ બરાબર મિક્સ કરી લો પછી 6 મિનિટ પાકવા દો. પછી રસા પ્રમાણે પાણી ઉમેરો. પછી આદુ-લસણની પેસ્ટ ઉમેરો.
- પછી તેમા કાજુના ટુકડા, ગોળ, કિસમિસ અને બાફેલા શીંગદાણા થોડા થોડા ઉમેરો. 5 મિનિટ તેને પાકવા દો. પછી એક નાની વાટકી દહીં, પાપડી ગાઠિયા અને કોથમરી ઉમેરો, મિક્સ કરી બે મિનિટ પાકવા દો. સ્વાદ મુજબ મીઠું ચેક કરી લેવું.
- તો તૈયાર છે તમારું મહેસાણાનું ફેમસ ડુંગરીયું.
