Khajur Pak Recipe: શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળાની વાનગી એટલે ખજૂર પાક. આરોગ્યની દ્રષ્ટીએ પણ ખજૂર લાભદાયી છે. આજે ખજૂર પાક કેવી રીતે બનાવવો તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
ખજૂર પાક બનાવવા માટે કઈ સામગ્રી જોઈએ?
- ખજૂર
- ઘી
- કાજુ
- બદામ
- અખરોટ
- કિસમિસ
- પીસ્તા
- ખસખસ
- તરબૂચના બી
- સૂકુ નારિયેળ
- એલચી પાવડર
- ઘી
- દૂધ
આ પણ વાંચો
ખજૂર પાક કેવી રીતે બનાવવો?
- સૌ પ્રથમ નરમ ખજૂર લો, ખજૂરપાકનો ખજૂર બજારમાં અલગ જ મળે છે, તેમાથી ઠળીયા નિકાળી દો.
- પછી કાજુ, બદામ , અખરોટ અને પિસ્તાને બારિક સમારી લો. પેન ગરમ કરી તેમા બે ચમચી ઘી ઉમેરી આ ડ્રાઈફ્રુટ્સને શેકી લો. તેમા ખસખસ અને તરબૂચના બી પણ શેકી લો પછી ગેસ બંધ કરી દો. હવે તેમા ટોપરાનો ભૂકો ઉમેરી મિક્સ કરી દો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી બાજુમાં રાખી દો.
- હવે કઢાઈમાં ઘી ઉમેરી તેમા ખજૂર મૂકો. પછી ખજૂર નરમ થાય ત્યાં સુધી પકાવા.
- પછી બીજી પેનમાં થોડું દૂધ લો. પછી તેમા મિલ્ક પાવડર ઉમેરી થોડો માવો બનાવી લો. તમે રેડી માવો પણ લઈ શકો છો. પછી આ માવો ખજૂર સાથે મિક્સ કરો પછી તેમા શેકેલા ડ્રાઈફ્રુટ્સ ઉમેરો. થોડો એલચી પાવડર પણ ઉમેરી બધુ બરાબર મિક્સ કરો.
- હવે આ મિશ્રણને તમે નાની ચોકી કે થાળીમાં પાથરી પછી ઠંડુ થાય એટલે ચપ્પાની મદદથી તમારે જોઈએ તે આકારમાં કાપી લો. તો તૈયાર છે ખજૂર પાક.
