Dudhpak Recipe: મોઢામાં પાણી આવી જાય તેવો ક્રીમી દૂધપાક બનાવવાની પરફેક્ટ રીત

દૂધ, ચોખા, કેસર અને ડ્રાયફ્રૂટ્સના અદ્ભુત સ્વાદ સાથે બનાવો પરંપરાગત ગુજરાતી દૂધપાક. પૂરી સાથે પીરસાતી આ ખાસ સ્વીટ ડિશની સરળ રેસીપી અહીં જુઓ.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 19 May 2026 02:28 PM (IST)Updated: Tue, 19 May 2026 02:31 PM (IST)
how-to-make-creamy-and-delicious-dudhpak-at-home-in-gujarati

Dudhpak Recipe: શ્રાદ્ધ પક્ષ હોય કે કોઈ પણ શુભ પ્રસંગ, ગુજરાતી ઘરોમાં દૂધપાક અચૂક બને છે. બાસુંદી કરતાં થોડો પાતળો અને ખીર કરતાં અલગ સ્વાદ ધરાવતો દૂધપાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીં તેની સરળ રેસીપી આપી છે.

સામગ્રી

  • ફુલ ક્રીમ દૂધ:1 લીટર
  • બાસમતી ચોખા:2 મોટી ચમચી
  • ખાંડ: અડધો કપ
  • ઘી: 1 નાની ચમચી
  • ઈલાયચી પાવડર: અડધી ચમચી
  • જાયફળ પાવડર: ચપટી
  • કેસરના તાંતણા:10-12
  • કાજુ, બદામ, પિસ્તાની કતરણ: 2 મોટી ચમચી

બનાવવાની રીત

ચોખા તૈયાર કરવા
સૌથી પહેલા પલાળેલા ચોખામાંથી પાણી નિતારી લો. તેમાં એક નાની ચમચી ઘી ઉમેરીને હાથથી બરાબર મિક્સ કરી લો. ઘી લગાવવાથી ચોખા દૂધમાં નીચે ચોંટતા નથી અને દૂધપાકનો સ્વાદ સરસ આવે છે.

દૂધ ઉકાળવું
એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધમાં એક ઉભરો આવે એટલે ગેસની આંચ ધીમી કરો.

ચોખા ચડાવવા
હવે દૂધમાં ઘીવાળા ચોખા ઉમેરો. ચમચાથી સતત હલાવતા રહો જેથી ચોખા તળિયે બેસી ન જાય. ધીમી આંચ પર ચોખા બરાબર ચડી જાય અને દૂધ અડધું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો. વાસણની કિનારી પર જામતી મલાઈને પણ દૂધમાં મિક્સ કરતા રહો.

ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરવા
ચોખા સોફ્ટ થઈ જાય એટલે તેમાં ખાંડ અને કેસરવાળું દૂધ ઉમેરો. ખાંડ ઓગળે ત્યાં સુધી 5 મિનિટ ઉકાળો. ત્યારબાદ તેમાં કાજુ, બદામ, પિસ્તાની કતરણ અને ચારકોળી ઉમેરીને બે મિનિટ પકાવો.

ફ્લેવર આપવો
છેલ્લે ગેસ બંધ કરીને ઈલાયચી અને જાયફળ પાવડર ઉમેરી બરાબર હલાવી લો.

તમારો ગરમાગરમ, સુગંધિત દૂધપાક તૈયાર છે! તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દો અને પછી ફ્રિજમાં મૂકો. ઠંડો-ઠંડો દૂધપાક ગરમાગરમ પૂરી સાથે અદ્ભુત લાગે છે.