Homemade Hot Chocolate Recipe: મોટા ભાગના લોકોને હોટ ચોકલેટ પસંદ હોય છે. લોકો ઘણી મોટી રેસ્ટોરન્ટો-કાફેસમાં હોટ ચોકલેટનો આનંદ માણવા માટે જાય છે. અમેરિકા અને યુરોપિયન માર્કેટમાં હોટ ચોકલેટ ખૂબ જ લોકપ્રિય પીણું છે. ભારતમાં પણ તેનું ચલણ વધ્યું છે. શિયાળામાં ચોકલેટ અને દૂધથી બનેલું આ પીણું શરદીમાં ગળામાં રાહત આપે છે. ત્યારે જાણો ઘરે જ હોટ ચોકલેટ બનાવવાની સરળ રેસિપી વિશે.
હોટ ચોકલેટ Recipe Card
જાણો હોટ ચોકલેટની રેસિપી. તેને માત્ર 15 મિનિટમાં બનાવી શકાય છે.
- કુલ સમય: 15 મિનિટ
- તૈયારીનો સમય: 10 મિનીટ
- રસોઈનો સમય: 5 મિનિટ
- કેટલા લોકો માટે:3
- કેલરી: 80
હોટ ચોકલેટ બનાવવાની સામગ્રી
- 50 ગ્રામ ઓછી મીઠી ચોકલેટ
- 2 કપ ફુલ ક્રીમ મિલ્ક
- 2 મોટી ચમચી ખાંડ
- 2 મોટી ચમચી વ્હીપ્ડ ક્રીમ
- 1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ
- ગ્રેટેડ
હોટ ચોકલેટ બનાવવાની રીત
- ચોકલેટને છીણીને એક બાઉલમાં સાઈડ પર મૂકી દો.
- હવે એક પેનમાં દૂધ અને ખાંડ નાખીને ગરમ કરો.
- ત્યારબાદ ચોકલેટમાં 2 ચમચી દૂધ ઉમેરીને મિક્સ કરી લો.
- હવે દૂધના પેનમાં ઓગાળેલી ચોકલેટ અને વેનીલા એસેન્સ નાખીને મિક્સ કરી લો.
- હવે તેને એક ગ્લાસમાં નાખીને તેની ઉપર વ્હીપ્ડ ક્રીમ ઉમેરીને એન્જોય કરો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
