Gujarati Chutney Recipes For Diwali 2023: દિવાળીના તહેવારોમાં ઘરે મહેમાનો આવતા હોય છે. આ અવસરે લોકો મહેમાનો માટે લંચ અથવા ડિનરનું આયોજન કરે છે. આ સાથે જ સ્વાદિષ્ટ ચટણીઓને પણ સામેલ કરી શકાય છે. ભારતમાં મોટાભાગના લોકો ભોજનની સાથે ચટણી ખાતા હોય છે. ત્યારે આ દિવાળીના અવસરે મહેમાનો માટે ઘરે જ બનાવી ગુજરાતી ચટણી. જાણો મેનકોર્સ અને નાસ્તા માટે બનાવવામાં આવતી કેટલીક ફેમસ ચટણીની રેસિપી વિશે.
ગુજરાતી લસણની ચટણી રેસીપી
- મિક્સર જારમાં લસણની કળી, લાલ મરચું પાઉડર, કોથમીર, જીરું અને મીઠું નાખીને બરછટ પીસી લો. ધ્યાન રાખો, તેને પીસતી વખતે પાણીનો ઉપયોગ કરશો નહીં.
- હવે એક બાઉલમાં રાખીને સર્વ કરો.
- આમાં તીખા સ્વાદ માટે લીંબુનો રસ, કાચી કેરી, આમલી અને આમળાનો ઉપયોગ કરી શકાય છે.
- તેને ગુજરાતી ભાખરી, બાજરી રોટલા અને સેવ ટામેટાના શાક સાથે સર્વ કરી શકાય છે.
- આ લસણની ચટણીને એક અઠવાડિયા સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે.
ચોરાફળી ચટણી રેસિપી
- સૌપ્રથમ લીલા મરચા, આદુના ટુકડા અને ફુદીનાના પાનને ચોખ્ખા પાણીથી ધોઈને મિક્સર જારમાં નાખીને સ્મૂધ પેસ્ટ બનાવી લો.
- સારી રીતે પીસી લીધા બાદ એક બાઉલમાં કાઢીને સાઈડ પર મૂકી દો.
- એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરીને તેમાં હિંગ અને ચણાના લોટને સારી રીતે શેકી લો.
- ચણાના લોટ અને હિંગને ફૂદીના સાથે મિક્સ કરીને તેમાં 2 ચમચી દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરો.
- છેલ્લે સ્વાદ મુજબ કાળું મીઠું ઉમેરીને મિક્સ કરો.
- સ્વાદિષ્ટ ચટણી તૈયાર છે.
પપૈયા સંભારો રેસિપી
- પપૈયા સંભારો બનાવવા માટે કાચું પપૈયું, છીણેલું કોળુ, લીલા મરચાં, હળદર, સરસવ, તેલ, હિંગ, એક લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠુંની જરૂર છે.
- સૌપ્રથમ છીણેલા પપૈયામાં મીઠું મિક્સ કરીને થોડી વાર રાખો જેથી પાણી નીકળી જાય.
- પાણી નીકળ્યા બાદ એકસ્ટ્રા પાણીને નિચોવીને પપૈયાને એક પ્લેટમાં રાખી દો.
- એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં લીલા મરચા, સરસવ અને હિંગ નાખીને તડતડ કરો
- હવે પપૈયું નાખીને તેમાં હળદર, મીઠું અને લીંબુનો રસ ઉમેરીને પકાવી લો.
- પપૈયું રંધાઈ જાય એટલે તમારી ચટણી તૈયાર છે.
Image Credit: Freepik
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
