Amla Pickle Recipe: શિયાળાનું આગમન થવા સાથે જ બજાર તાજા અને રસથી ભરેલા આમળાથી છલકાઈ જાય છે. આપણે બધા જાણીએ છીએ કે, આમળા વિટામિન Cનો ખજાનો છે, જે આપણી ત્વચા, વાળ અને પેટ માટે વરદાનરૂપ છે. જો કે ઘણાં લોકો અથાણાનું નામ આવતા ડરી જાય છે અને વિચારે છે કે, તેમાં ઘણું તેલ અને તીખા મસાલા ઉમેરવામાં આવ્યા હશે.
જો તમે પણ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન હોવ, તો આજે અમે તમારા માટે એક સીક્રેટ રેસિપી લઈને આવ્યા છીએ. જેમાં તેલ કે કોઈપણ જાતના મસાલાની જરૂર નથી. આમ છતાં તેનો સ્વાદ એટલો મસાલેદાર છે કે, તમે આંગળા ચાટતા રહી જશો. તો ચાલો જાણીએ…
જરૂરી સામગ્રી (Amla Pickle Recipe)
આ અથાણું બનાવવા માટે તમારે ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડશે:
- આમળા: 500 ગ્રામ
- લીલા મરચાં: 4-5 (લંબાઈમાં કાપેલા)
- આદુ: 2 ઇંચનો ટૂકડો (પાતળા કાપેલા) - વૈકલ્પિક
- મીઠું: સ્વાદ મુજબ (થોડું વધારે ઉમેરો જેથી અથાણું બગડી ન જાય)
- હળદર પાવડર: અડધી ચમચી
- લીંબુનો રસ: 2 ચમચી
- પાણી: ઉકાળવા માટે
તૈયારી કરવાની રીત (How To Make Healthy Achar)
- સૌ પ્રથમ આમળાને સારી રીતે ધોઈ લો. એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં આમળા ઉમેરો. જે બાદ તેને લગભગ 10 મિનિટ સુધી ઉકાળો, જ્યાં સુધી તે સહેજ નરમ ન થાય. આમળા વધુ પડતા ના બફાય તેનું ખાસ ધ્યાન રાખો
- જે બાદ બાફેલા આમળાને પાણીમાંથી બહાર કાઢીને ઠંડા થવા દો. આમળા ઠંડા થયા પછી હાથથી દબાવીને તેમાંથી ઠળિયા બહાર કાઢી દો
- હવે આ આમળાની કળીઓને એક મોટા કાચના બાઉલમાં મૂકો. જેમાં સમારેલા લીલા મરચાં અને આદુ ઉમેરો. જેના ઉપર હળદર અને મીઠું ભભરાવવું. જો તમને થોડો વધારે સ્વાદ જોઈતો હોય તો લીંબુનો રસ ઉમેરો.
- આ મિશ્રણને સ્વચ્છ, સૂકા કાચના બરણીમાં રાખી દો. જો ઈચ્છો તો, જે પાણીમાં આમળા બાફવામાં આવ્યા હતા, તેને ઉમેરી શકો છો. જે અથાણાને લાંબા સમય સુધી ટેસ્ટી રાખવામાં મદદ કરશે.
- હવે આ બરણીના ઢાંકણને બંધ કરો અને તેને 2-3 દિવસ સુધી તડકામાં અથવા ગરમ જગ્યાએ મૂકી રાખો. ત્રીજા દિવસે તમારું ટેસ્ટી અને ઑઈલ ફ્રી આમળાનું અથાણું ખાવા માટે તૈયાર થઈ જશે. જેને તમે દાળ, ભાત અથવા પરાઠા સાથે પીરસો. જે સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ રહેશે.
- બરણીના ઢાંકણને બંધ કરો અને તેને 2-3 દિવસ માટે તડકામાં અથવા ગરમ જગ્યાએ છોડી દો. ત્રીજા દિવસે, તમારું સ્વાદિષ્ટ, તેલ-મુક્ત, મસાલા-મુક્ત આમળાનું અથાણું ખાવા માટે તૈયાર છે. તેને દાળ, ભાત અથવા પરાઠા સાથે પીરસો અને સ્વાદિષ્ટ સ્વાસ્થ્ય લાભોનો આનંદ માણો.
