Methi Na Bhajiya: ઠંડીમાં બનાવો ગરામ-ગરમ મેથીના ભજીયા, નોંધી લો રેસિપી

આજે મેથીના ભજીયા કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Sun, 30 Nov 2025 06:05 PM (IST)Updated: Sun, 30 Nov 2025 06:05 PM (IST)
easy-recipe-to-make-methi-na-gota-at-home

Methi Gota Recipe: શિયાળાના આગમન સાથે મેથીના ભજીયા પણ આવી જાય છે. ઠંડીમાં ગરામ ગરમ ભજીયા ખાવાની મજા અલગ છે. આજે મેથીના ભજીયા કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.

મેથીના ભજીયા બનાવવાની સામગ્રી

  • તાજી મેથીના ભાજી – 2 મોટા કપ સમારેલી
  • ફક્ત પાન લેવાના, જાડા દાંડા કાઢી નાખવા, બરાબર ધોઈને સૂકવી લેવા અને બારીક સમારી લેવા.
  • કોથમરી- એક કપ, સમારેલી
  • 2 લીલા મરચા બારિક સમારેલા
  • ચણાનો લોટ (બેસન) – 1.5 કપ (150 ગ્રામ)
  • હીંગ – 1 ચપટી
  • ખાવાનો સોડા (બેકિંગ સોડા) – 1 ચપટી (અડધી ચપટીથી ઓછો)
  • ખાંડ – 1/2 થી 1 ચમચી (સ્વાદ સરસ બેલેન્સ કરે છે)
  • આદુ-લીલા મરચાંની પેસ્ટ – 1.5 ચમચી
  • લીંબુનો રસ – 1 ચમચી (અથવા 1 ચપટી લીંબુના ફૂલ)
  • મીઠું – સ્વાદ પ્રમાણે
  • તેલ – તળવા માટે

મેથીના ભજીયા બનાવવાની રીત:

  • સમારેલી મેથીમાં થોડું મીઠું નાખી 8-10 મિનિટ માટે રહેવા દો. મેથી પાણી છોડશે, જેનાથી ભજીયા ઓછા તેલવાળા બને છે.
  • એક મોટા વાસણમાં બેસન, મેથી, કોથમરી, સમારેલા મરચા, હીંગ, ખાંડ, આદુ-મરચું પેસ્ટ અને મીઠું બધું બરાબર મિક્સ કરો.
  • ખૂબ જ થોડું-થોડું પાણી નાખીને ગાઢ બેટર તૈયાર કરો. હવે તેમા ખાવાનો સોડા અને લીંબુનો રસ ઉમેરી દો.
  • કડાઈમાં તેલ મધ્યમ-ગરમ કરો. હાથથી નાના-નાના ગોળા કે અનિયમિત આકારના ભજીયા તેલમાં છોડો.
  • મધ્યમ આંચે પહેલાં એક બાજુ સોનેરી થાય પછી પલટાવી બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ગરમા-ગરમ મેથીના ભજીયા તૈયાર છે!
    આ મેથીના ભજીયાને ચટણી, દહી, છાસ સાથે સર્વ કરો.