Dudhi Sabzi Recipe: જોઈને ખાવાનું મન થશે એવું બનશે દૂધીનું શાક, નોંધી લો રેસિપી

આરોગ્યની દ્રષ્ટીએ દૂધી ખુબ લાભકારક છે. તેનાથી શરીરને અનેક લાભ થાય છે. ત્યારે ઘણા લોકોને દૂધીનું શાક ફીક્કુ લાગે છે અને ભાવતું નથી.

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Tue, 31 Dec 2024 07:44 PM (IST)Updated: Tue, 31 Dec 2024 07:44 PM (IST)
dudhi-sabzi-recipe-vegetarian-bottle-gourd-recipes

Dudhi Sabzi Recipe: આરોગ્યની દ્રષ્ટીએ દૂધી ખુબ લાભકારક છે. તેનાથી શરીરને અનેક લાભ થાય છે. ત્યારે ઘણા લોકોને દૂધીનું શાક ફીક્કુ લાગે છે અને ભાવતું નથી. પરંતુ આજે ગુજરાતી જાગરણ તમને દૂધીના શાકની એવી રેસિપી જણાવશે જેને જોઈને તમને ખાવાનું મન થઈ જશે. તો ચાલો બનાવીએ દૂધીનું શાક.

સામગ્રી:

  • દૂધી 500 ગ્રામ, છાલ ઉતારી અને બારીક કાપેલી
  • તેલ 2 ટેબલસ્પૂન
  • રાઈ 1/2 ચમચી
  • જીરુ 1/2 ચમચી
  • હળદર પાઉડર 1/4 ચમચી
  • લાલ મરચું પાઉડર 1/2 ચમચી (સ્વાદ મુજબ)
  • ધાણાજીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો 1/4 ચમચી
  • આદુ-લસણની પેસ્ટ 1 ચમચી
  • ટમેટા 2 મોટા, બારીક કાપેલા
  • લીલા મરચા 2, બારીક કાપેલા (ઓપ્શનલ)
  • મીઠું સ્વાદ મુજબ
  • કોથમીર ગાર્નિશ માટે, બારીક કાપેલી

બનાવવાની રીત:

  • કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થતા હળદર પાઉડર સિવાય બાકીના મસાલા (રાઈ, જીરુ) ઉમેરી વઘાર કરો.
  • પછી તેમા આદુ-લસણની પેસ્ટ નાખી હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર ઉમેરી સાંતળો.
  • ટમેટા અને લીલા મરચા (જો ઉમેરવા હોય તો) ઉમેરી સાથે થોડી વાર સુધી પકાવો, જ્યાં સુધી ટમેટા નરમ ન થાય.
  • દૂધીના કાપેલા ટુકડા ઉમેરો, મીઠું નાખો અને જરૂરી પ્રમાણે પાણી નાખીને ઢાંકીને પાકવો. આશરે 10-15 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર પકાવો, જ્યાં
  • જ્યારે દૂધી પાકી જાય ત્યારે ગરમ મસાલો, ઘાણાજીરું નાખી મિક્સ કરો. થોડી કોથમીર ઉમેરીને ગાર્નિશ કરો. તૈયાર છે ગરમા ગરમ દૂધીનું શાક. રોટલી સાથે સર્વ કરો.