Juwar Para Recipe For Diwali 2025: આ વખતે દિવાળીના ચટપટા નાસ્તામાં જુવારના લોટના ક્રિસ્પી અને ટેસ્ટી તીખા પારા જરૂર ટ્રાય કરજો. તીખા પારા ઘરે
તીખા પારા બનાવવાની સામગ્રી
મસાલો તૈયાર કરવા માટે:
- 1). આખા ધાણા (Whole Coriander): 1 ટેબલસ્પૂન
- 2). જીરું (Cumin): 1 ટેબલસ્પૂન
- 3). વરિયાળી (Fennel Seeds): 1 ટેબલસ્પૂન
લોટ બાંધવા માટે:
- 1). જુવારનો લોટ (Jowar Flour): 2 ટેબલસ્પૂન
- 2). બેસન (ચણાનો લોટ): અડધો કપ જેટલો
- 3). રવો (Semolina): 1/4 કપ જેટલો
- 4). સફેદ તલ (Sesame Seeds): 3 થી 4 ટેબલસ્પૂન જેટલા
- 5). અજમો (Carom Seeds): 1 ટીસ્પૂન જેટલો
- 6). હળદર (Turmeric): 1 ટીસ્પૂન જેટલી
- 7). લાલ મરચું પાવડર (Red Chili Powder): 2 ટીસ્પૂન જેટલું (તીખાશની જરૂરિયાત મુજબ)
- 8). કસુરી મેથી: 1 ટેબલસ્પૂન જેટલી
- 9). મીઠું (Salt): 2 ટીસ્પૂન જેટલું
- 10). તૈયાર કરેલો મસાલો (Preparation Spice Mix): જરૂરિયાત મુજબ (તમને કેટલો સ્ટ્રોંગ ફ્લેવર જોવે તે રીતે)
- 11). ગરમ તેલ અથવા ઘી (મોણ માટે): 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું
- 12). પાણી (Water): સવા કપથી થોડું ઓછું.
- 13). તેલ (Oil): પારા તળવા માટે
તીખા પારા બનાવવાની રીત (Method)
મસાલો તૈયાર કરવો
- 1). એક તવો લઈ લેવો અને તેના પર 1 ટેબલસ્પૂન આખા ધાણા, 1 ટેબલસ્પૂન જીરું અને 1 ટેબલસ્પૂન વરિયાળી લઈ લેવી.
- 2). ત્રણેય સામગ્રીઓને મિક્સ કરીને, લો ટુ મીડીયમ ફ્લેમ પર સુગંધ આવે તે રીતે શેકી લેવી.
- 3). ચલાવતા રહીને શેકવાથી સામગ્રી ક્રિસ્પી થઈ જશે અને તેનો ટેસ્ટ એનહાંસ થઈ જશે.
- 4). શેકાઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી દેવી અને મિશ્રણને એકદમ ઠંડું થવા દેવું.
- 5). ઠંડું થઈ જાય પછી તેને ખાણી દસ્તામાં લઈ લેવું અને તેનો અધકચરો પાવડર કરી લેવો. આ મસાલો પારાને બહુ સારો ટેસ્ટ આપશે.
લોટ બાંધવો
- 1). એક બાઉલમાં 2 ટેબલસ્પૂન જુવારનો લોટ, અડધો કપ જેટલો બેસન (ચણાનો લોટ) અને 1/4 કપ જેટલો રવો ઉમેરવો.
- 2). તેમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ, 1 ટીસ્પૂન જેટલો અજમો (મસળીને), 1 ટીસ્પૂન જેટલી હળદર, 2 ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલી કસુરી મેથી (મસળીને) ઉમેરી દેવી.
- 3). બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દેવી.
- 4). પછી 2 ટીસ્પૂન જેટલું મીઠું અને તૈયાર કરેલો અધકચરો મસાલો (જરૂર મુજબ) ઉમેરી દેવો.
- 5). મોણ માટે 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું એકદમ ગરમ તેલ કે ઘી ઉમેરવું.
- 6). તેલ ગરમ હોય એટલે ચમચાની મદદથી મિક્સ કરવું.
- 7). હલકું ઠંડું થાય એટલે હાથેથી મસળીને મોણને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી દેવું.
- 8). હવે હલકા ગરમ (વોમ્પ) પાણીથી લોટ બાંધવો. લોટ એકદમ સોફ્ટ નથી બાંધવાનો.
- 9). લગભગ સવા કપથી થોડું ઓછું પાણી વાપરીને લોટ બાંધી લેવો. લોટ થોડો સ્ટીફ (કઠણ) રાખવાનો છે, જે બાંધતા ટાઇમે ધ્યાન રાખવું.
- 10). લોટ બંધાઈ જાય એટલે એકદમ સારી રીતે તેને મસળી લેવાનો છે.
પારા વણવા અને કાપવા
- 1). મસળેલા લોટના 4 એકસરખા લુવા કરી લેવા (જો મોટી પાટલી હોય તો 2 અથવા વણવામાં હાર્ડ પડે તો 6 લુવા પણ કરી શકાય).
- 2). લુવાને સારી રીતે મસળીને શેપ આપવો.
- 3). લોટ બરાબર બંધાયો હશે તો સૂકા લોટની જરૂર નહીં પડે, પરંતુ જો જરૂર લાગે તો સૂકો લોટ કે થોડું તેલ લગાવવાનું.
- 4). પછી રોટલીની જેમ વણી લેવું.
- 5). વણાઈ જાય એટલે તેની સાઈડ્સ કટ કરીને કાપા કરી લેવા.
- 6). આ કાપાને તમે કાજુકતરી શેપમાં અથવા નાના નાના ટ્રાયએંગલ શેપમાં કટ કરી શકો છો.
- 7). કટ કરેલા પારાને સેપરેટ કરી લેવા.
પારા તળવા
- 1). તળવા માટે તેલ ગરમ કરી લેવું.
- 2). તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડીયમ રાખવી.
- 3). મીડીયમ ફ્લેમ પર જેટલા પારા આવે તેટલા ગરમ તેલમાં ઉમેરી દેવા.
- 4). તમારે બહુ તેલ ગરમ નથી થવા દેવાનું, નહીંતર પારા જલ્દીથી સોફ્ટ થઈ જાય છે.
- 5). ગેસની ફ્લેમ મીડીયમ રાખીને જ તળવાનું છે.
- 6). હાઈ ફ્લેમ પર ફ્રાય નથી કરવાના, નહીંતર પૂરીની જેમ જ સોફ્ટ થઈ જશે. તમારે મીડીયમ ટુ લો સાઈડ ફ્લેમ રાખી તળી લેવાના.
- 7). તેને 4 થી 5 મિનિટ જેવો સમય લાગશે. બે સાઈડથી 2 મિનિટ જેવું ફ્રાય કરવાનું, જેથી ગોલ્ડન કલર આવી જાય.
- 8). ગોલ્ડન કલર આવી જાય એટલે પારાને તેલમાંથી નિતારીને કિચન પેપર પર કાઢી લેવા.
- 9). બધા પારા તળાઈ જાય એટલે તેને ઠંડા થવા દેવા.
- 10). એકદમ પરફેક્ટ એવો ગોલ્ડન કલર આવશે અને અંદરથી પણ એકદમ ક્રિસ્પી એવા થશે.
