મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા અને એકદમ દાણેદાર બેસનના લાડુ બનાવવાની સિક્રેટ રીત

જાણો મોઢામાં ઓગળી જાય તેવા દાણેદાર બેસનના લાડુ બનાવવાની સિક્રેટ રીત

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 21 Apr 2026 11:48 AM (IST)Updated: Tue, 21 Apr 2026 11:48 AM (IST)
danedar-besan-laddu-recipe

Besan Ladoo Recipe: કઈ સ્વીટ ખાવા માટે તહેવારોનો અને પ્રસંગ હોવા જરૂરી નથી, ઘરમાં જયારે બેસનના લાડુ બને છે ત્યારે અદભુત સ્મેલ આવે છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા અને એકદમ દાણેદાર બેસનના લાડુ બનાવવા માટેની આ રહી સિક્રેટ રેસીપી. લાડુ સરસ બને તે માટે લોટ શેકવાની ધીરજ અને માપ સૌથી મહત્વનું છે.

જરૂરી સામગ્રી

સામગ્રી માપ
ચણાનો લોટ (કરકરો/જાડો) 2 કપ
શુદ્ધ દેશી ઘી 1/2 થી 3/4 કપ (જરૂર મુજબ)
દળેલી ખાંડ 1 કપ
ઈલાયચી પાવડર 1 ચમચી
ડ્રાય ફ્રૂટ્સ (કાજુ, બદામ) સમારેલા (ઈચ્છા મુજબ)
પાણી અથવા દૂધ 1-2 ચમચી

બનાવવાની રીત

સ્ટેપ 1
સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી કડાઈમાં અડધો કપ ઘી ગરમ કરો. હવે તેમાં કરકરો બેસન ઉમેરો. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવી. જો લોટ કોરો લાગે, તો ઉપરથી થોડું ઘી ઉમેરી શકાય.

સ્ટેપ 2
લોટને સતત હલાવતા રહો જેથી તે નીચે બેસી ન જાય. જ્યાં સુધી લોટનો રંગ હળવો બદામી ન થાય અને આખા ઘરમાં સરસ સુગંધ ન ફેલાય ત્યાં સુધી તેને શેકવો. આમાં લગભગ 15-20 મિનિટ લાગશે.

સ્ટેપ 3
જ્યારે લોટ બરાબર શેકાઈ જાય અને ઘી છૂટું પડવા લાગે, ત્યારે તેના પર 1-2 ચમચી પાણી અથવા દૂધનો છંટકાવ કરો. આમ કરવાથી લોટમાં ફીણ આવશે અને તે ફૂલશે, જેના કારણે લાડુ એકદમ દાણેદાર બનશે. પાણી બળી જાય ત્યાં સુધી ફરી 1 મિનિટ હલાવો.

સ્ટેપ 4
હવે ગેસ બંધ કરી દો અને આ મિશ્રણને એક મોટી પરાત કે થાળીમાં કાઢી લો. મિશ્રણ સહેજ નવશેકું થાય ત્યાં સુધી તેને ઠંડુ થવા દો. ધ્યાન રાખો જો ગરમ લોટમાં ખાંડ નાખશો તો તે ઓગળી જશે અને લાડુ ઢીલા થઈ જશે.

સ્ટેપ 5
મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં બૂરું ખાંડ , ઈલાયચી પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ ઉમેરો. બધું બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ 6
હવે હાથની મદદથી મધ્યમ કદના ગોળ લાડુ તૈયાર કરો. ઉપરથી બદામ કે પિસ્તાની કતરણ લગાવીને સજાવો.

ખાસ ટિપ્સ

  • લોટની પસંદગી: બને ત્યાં સુધી કરકરો બેસન જ વાપરવો. જો ઝીણો લોટ હોય, તો તેમાં 2 ચમચી રવો ઉમેરી શકાય.
  • ખાંડ: લાડુમાં સાદી ખાંડ કરતા બૂરું ખાંડ વાપરવાથી ટેક્સચર માર્કેટ જેવું આવે છે.
  • ધીમો તાપ: ક્યારેય ઉતાવળમાં ફાસ્ટ ગેસ પર લોટ ન શેકવો, નહીંતર લાડુનો સ્વાદ કડવો લાગશે.

તમારા દાણેદાર અને ટેસ્ટી બેસનના લાડુ તૈયાર છે! તમે તેને એર-ટાઈટ ડબ્બામાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો.