Chorafali Recipe: ઘરે જ બનાવો સ્વાદિષ્ટ નાસ્તો ચોરાફળી, જાણો તેની સરળ રેસિપી

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 09 Sep 2023 11:53 AM (IST)Updated: Sat, 09 Sep 2023 11:53 AM (IST)
chorafali-recipe-how-to-make-gujarati-chorafali-at-home

Gujarati Chorafali Recipe: ગુજરાતી ચોરાફળી એ સાંજ માટે પરફેક્ટ નાસ્તો છે. ચોરાફળીને સરળતાથી બનાવી શકાય છે. ચોરાફળી નાસ્તો એ એક ગુજરાતી ટ્રેડિશનલ નાસ્તો છે. ગુજરાતમાં ચોરાફળીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ત્યારે જાણો ચોરાફળી બનાવવાની સરળ રેસીપી વિશે.

ચોરાફળી રેસીપી કાર્ડ

  • કુલ સમય: 25 મિનિટ
  • તૈયારીનો સમય: 15 મિનિટ
  • રસોઈનો સમય: 10 મિનિટ
  • કેટલા લોકો માટે: 3
  • કેલરી: 150

સામગ્રી

  • 150 ગ્રામ ચણાનો લોટ
  • 2 કપ તેલ
  • 1/2 કપ અડદની દાળનો લોટ
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 2 ચમચી ચાટ મસાલો
  • 1/2 ચમચી ખાવાનો સોડા
  • 1/2 ચમચી કાળું મીઠું
  • સ્વાદ અનુસાર મીઠું

ચોરાફળી બનાવવાની રીત

  • સૌથી પહેલા તેલ સિવાય તમામ સામગ્રીને એક વાસણમાં નાખીને સારી રીતે મિક્સ કરી લો.
  • હવે મિક્સ કર્યા પછી તેને લગભગ 5 થી 10 મિનિટ માટે સુધી સાઈડ પર રાખો.
  • 10 મિનિટ પછી લોટમાંથી 1 ઇંચ જાડો રોલ બનાવી લો અને તેને બે સરખા ભાગોમાં કાપો.
  • હવે તેને પાતળો રોલ કરી લો.
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને પાતળી રોલ કરેલી ચોરાફળીને સારી રીતે તળી લો.
  • હવે તેને પ્લેટમાં કાઢીને તેના પર ચાટ મસાલો છાંટીને મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.