Navratri Bindi Design: કપાળ પર બિંદી વગર અધુરો છે નવરાત્રિ લુક, ગરબા નાઈટમાં કરો આ બિંદી સ્ટાઈલ

નવરાત્રિ લુકને પૂર્ણ કરવા માટે તમે કપાળ પર અલગ અલગ રીતે બિંદી લગાવી શકો છો. જુઓ નવરાત્રિ સ્પેશિયલ બિંદી ડિઝાઈન

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 01 Oct 2024 02:41 PM (IST)Updated: Tue, 01 Oct 2024 02:41 PM (IST)
navratri-2024-bindi-designs-for-women

Navratri Bindi Design: નવરાત્રિનો તહેવાર દરેક માટે ખાસ હોય છે. આ તહેવાર પર અલગ અલગ ચણિયા ચોળીથી લઈને જ્વેલરી સુધી આપણે મહિના પહેલાથી ખરીદી કરવા લાગી જતાં હોઈએ છીએ. જેથી ગરબા નાઈટમાં આપણે સૌથી સુંદર દેખાઈ શકીએ. માત્ર આઉટફિટ જ નહિ પરંતુ મેકઅપ લુક પણ જરુરી છે. તમે અલગ અલગ પ્રકારે કપાળ પર બિંદી સજાવી શકો છો.

ગોળ બિંદી ડિઝાઈન

naidunia_image

પોતાના કપાળ પર ગોળ બિંદી ડિઝાઈન પણ કરી શકો છો. આ માટે તમારે લાઈનરથી મદદથી નાના નાના ગોળ ટપકાં કરવાના રહેશે. જો તમે ચાહો તો ઉપર આપેલ ફોટાને ધ્યાનમાં રાખીને એવી ડિઝાઈન કરી શકો છો.

સ્વસ્તિક ડિઝાઈનવાળી બિંદી

naidunia_image

તમે નવરાત્રિ પર કપાળ પર સાથિયાના આકારવાળી બિંદી બનાવી શકો છો. આ માટે તમારે કુમકુમ લેવું પડશે. તમે બ્લેક અથવા લાલ કોઈ પણ કુમકુલ લઈ શકો છો. જેનાથી તમારે કપાળ પર નાનો સ્વસ્તિક બનાવવાનો છે. ત્યારબાદ તેને સુકાવો દેવાનો છે. તમે આ પ્રકારના આકારવાળી સ્વસ્તિક બિંદી માર્કેટમાંથી ખરીદીને પણ લગાવી શકો છો.

સૂર્ય ડિઝાઈનવાળી બિંદી

naidunia_image

તમે તમારા માથા પર બિંદી પર આ પ્રકારના સૂર્ય ડિઝાઈનની બિંદી બનાવવા માગો છો તો સૌથી પહેલા એક સ્ટોન બિંદી વચ્ચે લગાવો ત્યારબાદ તેની આસપાસ લાઈનરની મદદથી સૂર્યના કિરણો બનાવો. આ સ્ટાઈલ દરેક આફટફિટ સાથે સુંદર લાગે છે.