How to Clean Wash Besin: ચાનો સ્વાદ વધારનાર આદુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એ તો બધા જાણે છે. ઘરની સાફ-સફાઈમાં પણ આદુ કમાલ કરી શકે છે. ગંદા ફ્લોરને સાફ કરવું હોય કે વૉશ બેસિનને સાફ કરવું, આદુનો એક નાનો ટુકડો મિનિટોમાં આ કામને કરી શકે છે. જો તમે બેસિનને સાફ કરવા માંગો છો તો તમે આદુનો ઉપયોગ કરી શકો છો.
ઘરની સફાઈ માટે તમે ઘણા કિચન હેક્સ અજમાવ્યા જ હશે, જો તમે આદુનો ઉપયોગ નથી કર્યો, તો એકવાર આ હેક્સને પણ ટ્રાય કરો. રિઝલ્ટ ખૂબ જ સારું મળી શકે છે.
આ રીતે કરો આદુનો ઉપયોગ
વોશ બેસિન મિનિટમાં ચમકી જશે
વોશ બેસિનની સફાઈ કરવા માટે તમે આદુના રસને એક કપ પાણીમાં ઓગાળી લો. પછી તેમાં 2 ચમચી બેકિંગ સોડા મિક્સ કરો અને વોશ બેસિનમાં નાખીને સ્ક્રબ વડે ઘસો. તેનાથી તમારું બેસિન 1 મિનિટમાં કાચની જેમ ચમકદાર અને બેક્ટેરિયા ફ્રી બની જશે.
સ્પ્રે કરીને ફ્લોર-ફર્નિચરની કરો સફાઈ
ફ્લોર અને ફર્નિચરની ચીકાશ દૂર કરવા માટે તમે 1 કપ વિનેગરમાં 1 ચમચી આદુની પેસ્ટ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો. પછી આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરો અને ફ્લોર-ફર્નિચર પર સ્પ્રે કરીને તેને સૂકા કપડાથી લૂછી લો. તેનાથી થોડી જ મિનિટોમાં ચીકાશ દૂર થઈ જશે.
જીવજંતુ ભગાડવા માટે ઉપયોગ કરો
તમે એક આદુના ટુકડાથી જીવજંતુઓથી પણ છુટકારો મેળવી શકો છો. આ માટે આદુનો રસ થોડા પાણીમાં મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો. પછી તેને સ્પ્રે બોટલમાં સ્ટોર કરો. હવે આ મિશ્રણને ઘરના ખૂણે-ખૂણે સ્પ્રે કરી દો. તેનાથી માખીઓ, મચ્છર, ગરોળી અને કોકરોચ ઘરમાં પ્રવેશી શકશે નહીં. તેમને તેની ગંધ પસંદ હોતી નથી.
ઘરમાંથી બેક્ટેરિયા થઈ જશે ગાયબ
ઘરને બેક્ટેરિયા મુક્ત બનાવવા માટે આદુનો રસ પાણીમાં મિક્સ કરીને ઘરમાં દરેક જગ્યાએ છાંટી દો. તેનાથી ઘરમાં છુપાયેલા બેક્ટેરિયા પણ પળવારમાં ગાયબ થઈ શકે છે.
