Rajal Barot: ગાયક રાજલ બારોટે નવરાત્રીના છઠ્ઠા દિવસે અમદાવાદના નિકોલમાં ખોડલધામ દ્વારા આયોજિત આપણું ગામડુંમાં નવરાત્રીની ધૂમ મચાવી હતી.
રાજલ બારોટના ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયામાં ઉમટ્યાં હતા. તેમણે રાસમાં તસવાર લઈને પણ રમઝટ બોલાવી હતી.
રાજલ બારોટે નવરાત્રી છઠ્ઠા દિવસે નિકોલમાં રમઝટ બોલાવી હતી. તેમણે આ દરમિયાન લાલ અને પીળા રંગનું આઉટફિટ પહેર્યું હતું.
ગાયક રાજલ બારોટ એ ગુજરાતની ડાયરા ક્વિન તરીકે ઓળખવામાં આવે છે. રાજલ બારોટના પિતા મણિરાજ બારોટ એ એક સમયે ગુજરાતના મહાન સિંગર હતા. પિતાની માફક સંગીત તેમને વારસામાં મળ્યું છે. તેમણે અલ્પેશ બાંભણીયા સાથે સગાઈ કરી હતી.
