Holi Dahan Rangoli Designs 2024: હોલિકા દહનના દિવસે બનાવો આ ખાસ રંગોળી ડિઝાઇન, ઘરે આવેલા મહેમાનો જોતા રહી જશે

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 23 Mar 2024 02:36 PM (IST)Updated: Sun 24 Mar 2024 10:10 AM (IST)
easy-rangoli-designs-for-holi-holika-dahan-2024-303639

Holika Dahan Rangoli Designs 2024: આપણી ત્યાં તહેવારોમાં ઘર આંગણે, મંદિરમાં કે ઓફિસમાં રંગોળી બનાવવામાં આવે છે. રંગોળીની ડિઝાઈન બનાવવા માટે તમે ઘરમાં જ હાજર ઘણી વસ્તુઓ જેમ કે મેચસ્ટિક, પ્લેટ, ચમચી, કાંટા અને બંગડીઓનો ઉપયોગ કરી શકો છો.

રંગોળીની ડિઝાઇન પસંદ કરવા માટે ઇન્ટરનેટની મદદ પણ લઇ શકાય છે. આજે અમે તમને હોલિકા દહન માટે રંગોળીની કેટલીક ખાસ ડિઝાઇન બતાવવા જઈ રહ્યા છે. જાણો તેને બનાવવાની સરળ ટિપ્સ.

પિચકારી સાથે બનાવો રંગોળી ડિઝાઇન (Pichkari Rangoli Design)

હોળીના અવસર પર આંગણે પિચકારી, ડોલ, ફુગ્ગા વાળી ઘણી ડિઝાઇનની રંગોળી બનાવી શકાય છે. આ પ્રકારની ડિઝાઇન સાથે હેપ્પી હોળી લખીને રંગોળી પૂર્ણ કરી શકાય છે.

હોલિકા દહન સ્પેશિયલ રંગોળી ડિઝાઇન (Rangoli Design For Choti Holi)

હોલિકા દહનના સમયે શણગાર માટે રંગોળીની આ ડિઝાઇન બનાવી શકાય છે. રંગોળીમાં ડ્રમ કે ફ્લેમ બનાવીને ડિઝાઇનને આકર્ષક બનાવી શકાય છે. આ પ્રકારની ડિઝાઇન બનાવવા માટે મેચસ્ટિકની મદદ લો.

ફૂલોની ડિઝાઇન રંગોળી (Floral Rangoli Design)

3D લુક આપતી ફ્લોરલ ડિઝાઇન બનાવવા માટે ફોર્ક અથવા ટૂથપીકની મદદ લઈ શકાય છે. આ ડિઝાઇનને આકર્ષક બનાવવા માટે 5 થી 6 રંગોનો ઉપયોગ કરવો જોઈએ. સફેદ રંગનો ઉપયોગ બોર્ડર માટે કરી શકાય છે.

ડોટ-ડોટ ડિઝાઇન રંગોળી (Dot Rangoli Design)

આ ગોળ ડિઝાઇનની રંગોળીની બોર્ડર આકર્ષક બનાવવા માટે ડોટ-ડોટ કરીને સરળતાથી પૂર્ણ કરી શકાય છે. આ પ્રકારની ડિઝાઇન બનાવવા માટે બોટલ કેપ્સનો પણ ઉપયોગ કરી શકો છો.

Image Credit: Youtube/Priyal food and art, instagram/rangoli_nation, neetu art

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.