Bestu Varas Rangoli Design: બેસતા વર્ષ પર બનાવો સુંદર રંગોળી, આ રહી લેટેસ્ટ ડિઝાઈન

બેસતા વર્ષ પર મા લક્ષ્મીના સ્વાગત માટે રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે. અહીં કેટલીક સરળ અને ટ્રેન્ડિંગ રંગોળી ડિઝાઇન્સ આપવામાં આવી છે જે આ દિવાળીમાં તમારા ઘરને સજાવી શકે છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 21 Oct 2025 04:53 PM (IST)Updated: Tue, 21 Oct 2025 04:53 PM (IST)
bestu-varas-rangoli-designs-images-simple-photos-happy-new-year-rangoli

Bestu Varas Rangoli Design 2025: 22 ઓક્ટોબરના રોજ ગુજરાતી બેસતું વર્ષ છે. આ દિવસે મા લક્ષ્મીના સ્વાગત માટે રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરના દ્વાર પર રંગબેરંગી રંગોળી બનાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. અહીં કેટલીક સરળ અને ટ્રેન્ડિંગ રંગોળી ડિઝાઇન્સ આપવામાં આવી છે જે તમારા ઘરને સજાવી શકે છે. સાથે અહીં કેટલીક યુટ્યુબની લિંક આપેલી છે. જેના પર જઈને રંગોળી કેવી રીતે બનાવવી તે પણ શીખી શકો છો.

બેસતું વર્ષ રંગોળી ડિઝાઇન

જો તમે સરળ અને સુંદર ડિઝાઇન શોધી રહ્યા છો તો Happy new year Rangoli Design તમારા માટે પરફેક્ટ છે. આ તમે ફટાફટ બનાવી શકશો અને એકદમ આંગણું પણ શોભી ઉઠશે. આ સૌથી સરળ રંગોળી છે.

માતા લક્ષ્મીના પગલાવાળી રંગોળી

લક્ષ્મી રંગોળી ડિઝાઇન નવા વર્ષ પર સૌથી વધુ પસંદ કરવામાં આવતી ડિઝાઇનોમાંની એક છે. લક્ષ્મી માતાના પગલાવાળી રંગોળી ડિઝાઇનને બનાવવી ઘર માટે ખૂબ જ સમૃદ્ધ અને શુભ માનવામાં આવે છે.

કળશ અને સિક્કાવાળી રંગોળી

સ્વસ્તિકવાળી રંગોળી ડિઝાઇન

બેસતા વર્ષના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિકવાળી રંગોળી ડિઝાઇન બનાવવી અત્યંત શુભ માનવામાં આવે છે. આ ડિઝાઇન સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક છે.

દીવાવાળી રંગોળી

જો તમે ઝડપથી બને એવી કોઈ રંગોળી બનાવવા માંગો છો તો આ દીવાવાલી રંગોળી ટ્રાય કરી શકો છો. તે બનાવવામાં તો સરળ છે સાથે જ દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે.

કમળવાળી રંગોળી

મોરવાળી રંગોળી

ઘણા લોકોને મોરવાળી રંગોલી ખૂબ જ પસંદ હોય છે. જેમાં આખા મોરથી લઈને મોરપંખની ડિઝાઈન લોકો બનાવતાં હોય છે. જો તમે પણ આવી ડિઝાઈન બનાવવા માંગો છો તો આ ડિઝાઈન બનાવી શકો છો.

શુભ અને લાભ રંગોળી