ભારતની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સામેલ છે સાવિત્રી જિંદાલ, જાણો તેમની સંઘર્ષની કહાની

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Mon, 10 Apr 2023 06:00 AM (IST)Updated: Mon, 10 Apr 2023 06:00 AM (IST)
savitri-jindal-is-included-in-the-list-of-indias-richest-women-know-her-story-of-struggle

સાવિત્રી જિંદાલ, એક સફળ બિઝનેસવુમન જ નહીં પરંતુ એક પોલિટિશિયન પણ છે. ઉંમરના એ તબક્કામાં આવીને જ્યારે લોકો કામમાંથી નિવૃત્તિ લેવા અને ઘરના કામકાજથી આરામ ઈચ્છે છે, એ ઉંમરે સાવિત્રી જિંદાલે પોતાનું જીવન સાચા અર્થમાં જીવવાનું શરૂ કર્યું. અહીં સુધી કે તેઓ ભારતની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં પણ સામેલ થયા. સાવિત્રી જિંદાલની સફળતાની કહાની કોઈ ફિલ્મથી ઓછી નથી. ગૃહિણીથી લઈને બિઝનેસવુમન બનવા સુધીની તેમની સફર શાનદાર છે.

1970માં ઓમપ્રકાશ જિંદાલ સાથે થયા હતા લગ્ન
71 વર્ષીય સાવિત્રી જિંદાલ હાલમાં જિંદાલ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરપર્સન છે. સાવિત્રી જિંદાલનો જન્મ 20 માર્ચ 1950ના રોજ થયો હતો. તિનસુકિયા આસામના રહેવાસી સાવિત્રી જિદાલના લગ્ન 1970માં ઓમપ્રકાશ જિંદાલ સાથે થયા હતા. ઓ.પી જિંદાલે જિંદાલ ગ્રુપની સ્થાપના કરી હતી. જે સ્ટીલ અને પાવરનું કામ કરતી હતી.

પતિના અવસાન પછી સંભાળી રહ્યા છે બિઝનેસ
ફોર્બ્સ બિલિયોનેર લિસ્ટ 2023 અનુસાર, જિંદાલ ગ્રુપના ચેરપર્સન સાવિત્રી જિંદાલ ભારતના સૌથી ધનિક મહિલા છે. ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં તેઓ છઠ્ઠા ક્રમે છે. તો વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં તેઓ 94મું સ્થાન ધરાવે છે. સાવિત્રી જિંદાલની સંપત્તિ 17 અરબ ડોલર (રૂ.13,91,31,82,50,000) છે. પતિના અવસાન પછીથી તેઓ તમામ બિઝનેસ સંભાળી રહ્યા છે. સાવિત્રી જિંદાલ હાલમાં 73 વર્ષના છે અને તેઓ પોતાની સાદગી માટે જાણીતા છે. સાવિત્રી જિંદાલનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું. તેઓ જ્યારે 55 વર્ષના હતા, ત્યારે તેમના પતિ ઓમ પ્રકાશ જિંદાલનું અવસાન થઈ ગયું હતું. ઓમ પ્રકાશ જિંદાલ ગ્રુપના સ્થાપક હતા. ઓમ પ્રકાશનું જિંદાલનું મૃત્યુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયું હતું. ત્યાર પછી સાવિત્રી જિંદાલે તેમના પતિનો બિઝનેસ સંભાળ્યો હતો.

બિઝનેસને સંભાળવામાં કરવી પડી મહેનત
કેટલાક રિર્પોટ અનુસાર, સાવિત્રી જિંદાલ ક્યારેય પણ કોલેજ નથી ગયા. તેમ છતાં પતિના આકસ્મિક અવસાન પછી તેમણે આખો બિઝનેસ ખૂબ જ સારી રીતે સંભાળ્યો. સાવિત્રી જિંદાલ માટે આ સરળ ન હતું. તેઓ કહે છે કે, જિંદાલ પરિવારમાં મોટાભાગની મહિલાઓ ઘરની જવાબદારી સંભાળે છે અને પુરુષો બહારનું કામ સંભાળે છે. આ કારણે તેમણે તેમના પતિના બિઝનેસને સંભાળવા માટે ખૂબ જ મહેનત કરવી પડી.

સંપતિમાં આવ્યા ઘણા ઉતાર-ચઢાવ
સાવિત્રી જિંદાલની સંપતિમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. કોરોના કાળમાં વર્ષ 2019 અને 2020ના દરમિયાન સાવિત્રી જિંદાલની નેટવર્થમાં 50 ટકા સુધીનો ઘટાડો થયો હતો. આ પછી માત્ર બે વર્ષમાં જ તેમની સંપત્તિ ત્રણ ગણી વધી ગઈ. વર્ષ 2021માં સાવિત્રી જિંદાલની સંપત્તિ 18 અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી.

હરિયાણા સરકારમાં મંત્રી હતા પતિ
સાવિત્રી જિંદાલના પતિ ઓમ પ્રકાશ જિંદાલ હરિયાણા સરકારમાં મંત્રી અને હિસાર મતવિસ્તારમાંથી હરિયાણા વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. સાવિત્રી જિંદાલને કુલ 9 બાળકો છે. સાવિત્રી જિંદાલનો જન્મ 20 માર્ચ 1950ના રોજ થયો હતો. તેમનું બાળપણ આસામના તિનસુકિયા શહેરમાં વીત્યું હતું.