Success Story: લોકસભા સ્પીકર ઓમ બિરલાની નાની દીકરી છે ઓફિસર, પ્રથમ પ્રયાસમાં જ ક્રેક કરી હતી UPSC

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 02 Jul 2024 06:00 AM (IST)Updated: Tue, 02 Jul 2024 06:00 AM (IST)
om-birla-daughter-anjali-birla-ias-officer-know-about-her-success-story

Anjali Birla UPSC Success Story: ભારતમાં 18મી લોકસભાની રચના થઈ ચુકી છે. કોટાથી ત્રીજી વખત સાંસદ બનેલા ઓમ બિરલાને સતત બીજી વખત લોકસભા સ્પીકર (Lok Sabha Speaker Om Birla)નું પદ મળ્યું છે. આની સાથે જ તેમની દીકરી અંજલી બિરલા પણ ચર્ચામાં આવી છે. કોટા અને દિલ્હીથી અભ્યાસ કરી ચૂકેલા અંજલી બિરલાએ પોતાના પ્રથમ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી હતી. પિતાના સ્પીકર બનતાની સાથે જ તેઓ લાઈમલાઈટમાં પણ આવી ગયા છે.

અંજલી બિરલા ટ્રોલર્સના નિશાના પર
UPSC 2019નું પરિણામ જાહેર થયા બાદ એક ઉમેદવારને ઘણા ટ્રોલ કરવામાં આવ્યા હતા. અમે વાત કરી રહ્યા છીએ અંજલી બિરલાની. લોકસભા સ્પીકર ઓમ બિરલાની દીકરી અંજલી બિરલાએ UPSC સિવિલ સર્વિસની પરીક્ષા જાતે પાસ કરી હોવા છતાં તેઓ ટ્રોલર્સના નિશાના પર આવી ગયા હતા. ઘણી ન્યૂઝ વેબસાઈટ્સે તેમના UPSC પરિણામનું ફેક્ટ ચેક કર્યું હતું. ચાલો જાણીએ અંજલી બિરલાએ ક્યાથી અભ્યાસ કર્યો છે અને UPSC પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ કઈ સેવામાં છે.

કોલેજમાં અભ્યાસ દરમિયાન શરૂ કરી તૈયારી
અંજલી બિરલા લોકસભા સ્પીકર ઓમ બિરલાની નાની દીકરી છે. તેમણે કોટાની સોફિયા સ્કૂલમાંથી ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. આ પછી તેમણે દિલ્હી યુનિવર્સિટીની રામજસ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સ (ઓનર્સ)ની ડિગ્રી મેળવી હતી. અંજલી બિરલાએ કોલેજમાં અભ્યાસ દરમિયાન જ UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. તેમણે પ્રથમ પ્રયાસમાં UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી હતી. સિવિલ સર્વિસ ઓફિસર અંજલી બિરલા હાલમાં કેન્દ્રીય રેલવે મંત્રાલયમાં કાર્યરત છે.

પિતા પાસેથી મળી પ્રેરણા
જ્યારે અંજલી બિરલાએ તેમના માતા-પિતાને સિવિલ સર્વિસમાં જોડાવાના નિર્ણય વિશે જણાવ્યું, ત્યારે તેઓ ખૂબ જ ખુશ થયા. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ પોતાની દીકરીને દરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો. અંજલી બિરલાએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ તેમના પિતાની લોકસેવાથી પ્રેરિત થઈને જ આ ક્ષેત્રમાં આવવાની હિંમત કરી શક્યા હતા. આ સફરમાં તેમની મોટી બહેન આકાંક્ષા બિરલાએ પણ તેમને ખૂબ મદદ કરી હતી. દરેકની પ્રેરણાથી જ તેઓ CSEની તૈયારી કરી શક્યા હતા, જે વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે.

પહેલા પ્રયાસમાં ક્રેક કરી એક્ઝામ
અંજલી બિરલાએ વર્ષ 2019માં UPSC સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી. આમાં તેમનો રોલ નંબર 0851876 હતો. તેમનું પરિણામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન upsc.gov.in ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ મુજબ, અંજલી બિરલાએ UPSC મેન્સ પરીક્ષામાં 777 માર્ક્સ અને ઇન્ટરવ્યૂમાં 176 માર્ક્સ (UPSC CSE 2019 પરિણામ) મેળવ્યા હતા. UPSC 2019ની પરીક્ષામાં તેમના કુલ માર્કસ 953 હતા. આ તેમનો પ્રથમ પ્રયાસ હતો.

રિઝર્વ લિસ્ટમાં હતું નામ
અંતિમ પરિણામ જાહેર કર્યા પછી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એક રિઝર્વ લિસ્ટ પણ શેર કરે છે. તમને જણાવી દઈએ કે, UPSC CSE 2019નું પરિણામ ઓગસ્ટ 2020માં જાહેર કરવામાં આવ્યું હતું. આ પછી કર્મચારી અને તાલીમ વિભાગે એક રિઝર્વ લિસ્ટ જાહેર કર્યું હતું. આ લિસ્ટમાં જનરલ, OBC, EWS અને SC જેવા વિવિધ કેટેગરીના 89 ઉમેદવારોના નામ સામેલ હતા. તેમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાની નાની દીકરી અંજલી બિરલાનું નામ પણ હતું.

રિઝલ્ટ આવ્યા બાદ થયા હતા ટ્રોલ
2020માં જ્યારે UPSC રિઝર્વ લિસ્ટ બહાર પડ્યું ત્યારે અંજલી બિરલાને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. અંજલી બિરલાએ આ તમામ આરોપોને પાયાવિહોણા સાબિત કર્યા હતા. તેમણે ઈન્સ્ટાગ્રામ પર ઘણી પોસ્ટ અને વીડિયો દ્વારા પોતાની તૈયારી વિશે જણાવ્યું હતું. 2020માં લોકડાઉન જાહેર થયા બાદ પણ તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે, UPSC CSE પરીક્ષાની તૈયારી કરવા માટે મેં મારી જાતને દોઢ-બે વર્ષ રૂમમાં બંધ કરી દીધી હતી. મને લોકડાઉનમાં રહેતા આવડે છે.