સ્વાતંત્ર્ય દિવસ સ્પેશિયલઃ જે ઘરમાં રહીને વલ્લભભાઈ પટેલ 'સરદાર' બન્યા એ આજે પણ છે અડીખમ, 5 રૂમ અને રસોડું ધરાવતું અમદાવાદનું એ મકાન કેવું છે આવો જોઇએ

By: Rajendrasinh ParmarEdited By:Rajendrasinh ParmarPublish Date: Wed, 14 Aug 2024 07:00 AM (IST)Updated: Wed, 14 Aug 2024 04:47 PM (IST)
independence-day-2024-interesting-facts-about-sardar-vallabhbhai-patel-smarak-bhavan-in-ahmedabad-gujarat

રાજેન્દ્રસિંહ પરમાર, અમદાવાદ.
Independence Day 2024, Sardar Vallabhbhai Patel Smarak Bhavan:
ગુજરાતમા સરદાર પટેલના માનમાં વિશ્વાનું સૌથી મોટુ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે. લોખંડી પુરુષ સરદાર વલ્ભભાઇનું દેશની આઝાદી માટેનું યોગદાન સૌ કોઇ જાણે છે. પરંતુ સરદાર પટેલ એ મુકામે કેવી રીતે પહોંચ્યા એ પણ જાણવું જરુરી છે. સરદાર પટેલને સરદાર બનવામાં અમદાવાદનું મહત્વનું યોગદાન છે. તેમાં પણ સરદાર પટેલનું લાલ દરવજા વિસ્તારમાં આવેલું ઘર અટલે સરદાર સ્મારકને કેવી રીતે ભુલી શકાય.

સરદાર સ્મારકમાં રહીને સરદાર પટેલે વકીલાત કરી હતી. સરદાર સ્મારકના જનરલ મેનજર ડો.એન.બી પટેલે જણાવ્યા પ્રમાણે તે સમયે સરદાર વકીલાતના વ્યવસાયમાં મહિને 40 હજારની કમાણી કરતાં હતા. આ વકીલાત તેમણે સરદાર સ્મારકમાં રહ્યા તે દરમિયાન કરી હતી. ત્યાર બાદ સરદારને જાહેર જીવન એટલે કે રાજકારણમાં પણ આ મકાનમાં રહ્યા બાદ આવ્યા હતા. પછી તો તેઓ અમદાવાદ મહાનગરપાલિકાના પ્રમુખ બન્યા અને તેમને કરેલા કામ આજે પણ જોવા મળે છે. સરદારના કામોનુ સાક્ષી પુરતુ આ મકાન એટલે કે સરદાર સ્મારકની એકવાર તો પ્રત્યેક ભારતીય મુલાકાત લેવી જોઇએ.

naidunia_image

સરદાર વલ્લભાઇ પટેલનું અમદવાદમાં પ્રથમ ઘર
સરદાર પટેલ 1913માં નડિયાદથી અમદાવાદ આવ્યા હતા. તેઓ અહીં વકિલાત કરતા હતા. અમદાવાદમાં આવ્યા ત્યારે સરદાર વલ્લભાઇ પટેલ પોતાના ભાઇ સોમાભાઇ સાથે વીએસ હોસ્પિટલ પાસે આવેલા પ્રિતમનગર ખાતે મકાનમાં રહેતા હતા. વર્ષ 1913 થી 1917 સુધી સરદાર પટેલ સોમાભાઇ જોડે રહ્યા હતા. ત્યાર બાદ વર્ષ 1917માં સરદાર પટેલને લોકસભાના પ્રથમ સ્પિકર એવા ગણેશ માળંવકરે પોતાના લાલા દરવાજા સ્થિત મકાન ભાડે આપ્યું હતું.

naidunia_image

અહી સરદાર વલ્લભભાઇ પટેલ વર્ષ 1917 થી લઇને વર્ષ 1928 સુધી સરદાર પટેલ આ મકાનમાં રહ્યા હતા. આ મકનમાં રહીને સરદાર વલ્લભભાઇએ વકીલાત કરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ રહ્યા હતા. આ મકાનમાંથી જ સરદાર પટેલની રાજકીય કરીયરની શરુઆત થઇ હતી. આજે પણ આ મકાન સરદાર સ્મારક તરીકે ઓળખાય છે. જ્યાં સરદાર પટેલ સાથે જોડાયેલા પ્રસંગોને પ્રદર્શિત કરતાં ફોટો પ્રદર્શન રાખવામાં આવ્યુ છે. આ ઉપરાંત સરદાર પટેલ ઉપયોગમાં લેતા વસ્તુઓ પણ અહી સાચવીને રાખવામાં આવી છે.

naidunia_image

પાંચ રૂમ અને એક રસોડાના મકાનમાં સરદાર પટેલ રહેતા હતા
સરદાર સ્મારકમાં કુલ પાંચ રૂમ અને રસોડુ છે, જેમાં સરકાદ વલ્લભાઇ પટેલ રહેતા હતા. આ સ્મારકમાં નીચે ત્રણ રૂમ અને રસોડુ આવેલુ છે. જ્યારે ઉપર બે રૂમ આવેલા છે. ઉપરના બે રૂમમાં એક રૂમમાં સરદાર વલ્લભાઇ પટેલનું કાર્યાલય બનાવવામાં આવ્યુ હતુ. જેને આજે સરદાર પટેલનો બેઠક રૂમ તરીકે ઓળખવામાં આવે છે. એક રૂમમાં મણિબેન રહેતા હતા. જેમાં આજે હોલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

naidunia_image

આ હોલ ભાડે પણ આપવામાં આવે છે અને તેમાંથી થતી આવકને સ્મારકની સાચવણીના ખર્ચ કરવામાં આવે છે. સરદાર સ્મારકના નીચેના બે રૂમમાં સરદાર પટેના જીવનના પ્રસંગોના યાદગાર ફોટોગ્રાફનું પ્રદર્શન રાખવામાં આવ્યુ છે. જેમા સરદારના બાળપણથી માંડીને તેમના અવસાન સુધીના મહત્વના પ્રસંગો ફોટોગ્રાફરુપે જોઇ શકાય છે. આ ઉપરાંત સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા લખવામાં આવેલા કેટલાંક પત્રો પણ મુકવામાં આવ્યા છે.

naidunia_image

સરદાર પટેલ પોતાના કાર્યાલયમાં સીસમનું ફર્નિચરનો ઉપયોદ કરતાં હતા
સરદાર સ્મારકમાં ઉપરના બે રૂમમાંથી એક રૂમ સરદાર પટેલ પોતાનું કાર્યાલય તરીકે ઉપયોગ કરતાં હતા. તેઓ વકીલાત કરતાં અથવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ હતા તે સમય દરમિયાન તેઓ ઘરે પણ કાર્યાલય ચલાવતા હતા. આ કાર્યલય હાલ બેઠક રૂમ તરીકે ઓળખાય છે. જેમાં સીસમના લાકડાનું ફર્મિચર કરવામાં આવ્યુ છે. હાલ અહી ટેબલ, ખુરશી, કબાટ, પાટ, આરામ ખુરશી, હીચકો, ઘડીયાળ, વગેરે જોવા મળે છે. સરદાર પટેલના પુસ્તક સગ્રહ માટે પણ સીસીમના કબાટનો ઉપયોગ કરતાં હતા.

naidunia_image

આ ઉપરાંત સરદાર પટેલ જ્યારે પહેલી વાર વિલાયત ગયા ત્યારે કપડાં ભરવા માટે નેતરીન બેગનો ઉપયોગ કર્યો હતો. આજે પણ અહી નેતરની બેગ સચવાયેલી છે. મુંબઈથી ખાસ મંગાવેલા ફૅશનેબલ ફર્નિચરથી પોતાની ઑફિસ સજાવી હતી. ફર્નિચરની પસંદગી કરવામાં સરદારની સુરુચિનાં વખાણ કરતાં શેઠ કસ્તૂરભાઈ ઘણી વાર કહેતા કે સરદારની ઑફિસના જેવું ફર્નિચર મે અમદાવાદમાં બીજી કોઈ ઑફિસમાં જોયું નથી. ફર્નિચર ઝાઝું નહોતું, પણ સાદું, ઊંચા પ્રકારનું અને સુંદર હતું. તે વખતનું એમનું શબ્દચિત્ર દાદાસાહેબ માવળંકર સરદારની સિત્તેરમી જયંતિ ઉપર લખેલા એક લેખમાં નીચે પ્રમાણે આપે છે.

naidunia_image

અમદાવાદમાં પ્રથમ હાઉસિંગ સોસાયટીની સ્થાપના
આ અંગે ઇતિહાસકાર ડો.રિઝવાન કાદરીએ જણાવ્યુ હતુ કે, સરદાર પેટેલ અમદાવાદમાં સૌથી લાંબો સમય આ મકાનમાં વિતાવ્યો હતો. આ મકાન સાથે કેટલાંક પ્રસંગ પણ જોડાયેલા છે. આ મકાનની સામે આવેલી ગુજરાત ક્લબમાં મહાત્મા ગાંધીને મળ્યા હતા. 1917માં પોતાની જાતને આઝાદીની લડત સાથે જોડી દીધા બાદ સરદારનું ઘર બાપુની જાહેર સભાઓ અને આઝાદીની લડતની રણનીતિઓ તૈયાર કરવાનું હબ બન્યું હતું.

naidunia_image

બાપુ જ્યારે નજીકમાં આવેલા પ્રેમાભાઈ હોલમાં ભાષણ આપવા માટે આવતા હતા ત્યારે તે સરદારના ઘરે રોકાતા હતા. 1917માં સરદાર દરિયાપુર વોર્ડમાંથી મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા અને બાદમાં 1924થી 1928 દરમિયાન મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા હતા.સરદાર 1913માં અમદાવાદ આવ્યા અને ક્રિમિનલ લૉયર તરીકેની પ્રૅક્ટિસ શરૂ કરી. કોર્ટની બાજુમાં જ ગુજરાત ક્લબ હતી. ક્લબમાં વલ્લભભાઈ બ્રીજ રમવા જતા અને ત્યાં બેસીને મિત્રો સાથે વાતો કરતા. ગાંધીજી જ્યારે 1915માં અમદાવાદ આવ્યા ત્યારે તેમણે ગુજરાત ક્લબની મુલાકાત લીધી હતી પણ ત્યારે તેઓ ગાંધીજીથી આકર્ષાયા નહોતા. પાછળથી તેમણે સાર્વજનિક જીવનમાં ઝંપલાવ્યું.

naidunia_image

આ મકાનમાં રહીને સરદાર પટેલે લીધેલા મહત્વના નિર્ણયો
ભારતમાં બીજી અને ગુજરાતમાં પ્રથમ કો-ઓપર્ટિલ હાઉસિંગ સોસાયટી અમદાવાદના કોચરબ ખાતે બનાવામાં આવી. ઘી બ્રહ્મક્ષત્રિય કો ઓ હાઉસિંગ સોસાયટીનો બનાવાનો શ્રેય સરદાર વલ્લભભાઇ પટેલને જાય છે. આ સોસાયટી બનાવવા પાછળ પ્રિતમરાય દેસાઇની મહેનત હોવાથી સોસાયટીનું નામ પ્રિતમનગર રાખવામાં આવ્યુ હતુ. વર્ષોથી રિપન હોલ તરીકે ઓળખાતા હોલને રિનોવેશન કરીને તેને ગાંધી હોલ નામ આપવામાં સરદારની મહત્વની ભુમિકા હતી. આ સમયગાળા દરમિયાન સરદાર પટેલે અમુલ ડેરીની સ્થાપના કરાવી આ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.

naidunia_image

આ અંગે સરદાર સ્મારકના જનરલ મેનજર ડો.એન.બી પટેલે જણાવ્યુ હતુ કે, અમદાવાદના ભદ્રમાં આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન વર્ષ 1917થી લઈને 1928 સુધીના સમયગાળા દરમિયાન તેઓનું નિવાસસ્થાન હતું. લોકસભાના પ્રથમ અધ્યક્ષ એવા ગણેશ માવળંકરે આ જગ્યા સરદારને આપી હતી. આ સમયગાળા દરમિયાન તેઓ વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હતા.

naidunia_image

સરદાર પટેલના મૃત્યુ બાદ તેમનાં આ નિવાસસ્થાનની સારસંભાળ તેમના પુત્રી મણિબેન પટેલ દ્વારા લેવાતી હતી. પરંતુ વર્ષ 1990માં સરદારના પુત્રી મણીબેનનું અવસાન થતા સરદારના આ સ્મારક ભવનની સારસંભાળ લેવાની જવાબદારી 'સરદાર પટેલ મેમોરીયલ ટ્રસ્ટ'ના શિરે આવી પડી હતી. 1990માં ચીમનભાઈ પટેલે સ્મારક ભવનનું ઉદઘાટન કર્યું હતું. તે સમયે દિનશા પટેલ, કેશુભાઈ પટેલ, કરશનભાઈ પટેલ, બાલુભાઈ પટેલ ટ્રસ્ટી પદે હતા.થોડા સમય પહેલા સ્મારકના રિનોવેશન પાછળ 10 લાખ ખર્ચ કરવામાં આવ્યો હતો.

naidunia_image

સરદાર સ્મારકમા ચાલતી લાઇબ્રેરી બંધ કરવી પડી
થોડા વર્ષો પહેલા સરદાર વલ્લભભાઈ સ્મારક ભવનમાં એક લાઈબ્રેરી હતી. પરંતુ આ લાઈબ્રેરીની જાળવણી કરવામાં ટ્રસ્ટ નિષ્ફળ રહ્યું અને લાઈબ્રેરીને બંધ કરી દેવાની ફરજ પડી હતી. હાલ લાઈબ્રેરીના બદલે અહીં સરદાર પટેલ સાથે જોડાયેલી કેટલીક યાદો અને તેમના કાર્યો તસ્વીર સ્વરૂપે મૂકવામાં આવ્યા છે.સરદાર ભવનની ઉપર આવેલા ખંડને ભાડે આપવામાં આવે છે. આ જગ્યા પ્રાર્થના સભા, અભ્યાસ શિબિર, વાર્ષિક સભા કે સાંસ્કૃતિ કાર્યક્રમો માટે 500થી 3000ના નજીવા ભાડામાં અપાય છે.

naidunia_image
naidunia_image