Pakistan Election 2024: પાકિસ્તાનમાં ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થયા બાદ પણ અત્યાર સુધી સરકાર બની નથી. જેના કારણે ત્યાં ફરી એકવાર ચૂંટણી થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. અગાઉ, નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન અને બિલાવલની પાર્ટી પીપીપીમાં ગઠબંધન સરકાર બનવાની ચર્ચા હતી. જો કે, હવે આ વાત બની શકી નથી.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જારદારીએ કહ્યું કે, તેમને ગઠબંધન સરકારના ફોર્મુલાને સ્વીકાર્યો નથી. વડાપ્રધાનનું પદ ઓફર થયું હતું, પરંતુ તેમને આ લેવાથી ઈનકાર કરી દીધો. તેઓએ વધુમાં કહ્યું કે, જનતાના જનાદેશ વિના ટોચનું પદ મેળવવા માગતા નથી.
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં બિલાવલ ભુટ્ટો જારદારીની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને 54 બેઠકો મળી છે. તેઓ પીપીપીના વડાપ્રધાન પદના ચહેરા હતા. પીપીપી અને પીએમએલ-એનએ ચૂંટણી બાદ ગઠબંધન બનાવ્યું પરંતુ તેઓ ઘણી બેઠકો પછી પણ પાવર-શેરિંગ ફોર્મ્યુલા પર સર્વસંમતિ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
