રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાર ભારતની ચિંતા વધારશે કે ઘટાડશે? ટેરિફથી લઈ H-1B વિઝા સુધી સંપૂર્ણ ગણિત સમજો

US Midterm Election 2026:અમેરિકામાં વર્ષ 2026ના મધ્યાવર્તિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝાટકો આપતા વિપક્ષી ડેમોક્રેટ્સે કોંગ્રેસ (સાંસદ)ના બન્ને ગૃહો પર પોતાનું નિયંત્રણ મેળવી લીધુ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 04 Nov 2026 01:31 PM (IST)Updated: Wed, 04 Nov 2026 01:31 PM (IST)
will-president-trumps-defeat-increase-or-decrease-indias-concerns-from-tariffs-to-h1b-visas

US Midterm Election 2026:અમેરિકામાં વર્ષ 2026ના મધ્યાવર્તિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝાટકો આપતા વિપક્ષી ડેમોક્રેટ્સે કોંગ્રેસ (સાંસદ)ના બન્ને ગૃહો પર પોતાનું નિયંત્રણ મેળવી લીધુ છે. આ પરિણામોને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે સીધો જનાદેશ માનવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાર માટે ઈરાન યુદ્ધને કારણરૂપ માનવામાં આવી રહ્યુ છે. અને આ યુદ્ધને લીધે મોંઘા ઓઈલ અને ગેસ પણ એટલા જવાબદાર છે.

હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ ચૂંટણીમાં જે પરાજય થયો છે તેની ભારત પર શું અસર થશે એટલે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાર ભારત માટે ચિંતા વધારનારી છે કે પછી ચિંતામાં ઘટાડો કરે તેવી સ્થિતિ છે તે જાણવું જરૂરી છે.

મધ્યસત્ર ચૂંટણી બાદ અમેરિકાના સંસદ બન્ને ગૃહો પર ડેમોક્રેટ્સના નિયંત્રણ હોવાથી તેમને કાયદો બનાવવા, તપાસ કરવા તથા ફન્ડિંગના કિસ્સામાં વધારે શક્તિ મળી છે. આ રીતે સંસદમાં સીધી રીતે અમેરિકી વિદેશ નીતિને લઈ સુકાન સંભાળી શકશે નહીં. કારણ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે વિટો સહિત અનેક વ્યાપક કાર્યકારી શક્તિઓ યથાવત રહેશે.

શું ભારતીય બજાર રિકવરીના સંકેત આપે છે

હવે પ્રશ્ન એ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચૂંટણીમાં જે પીછેહઠ થઈ છે તેને લીધે અમેરિકાના બજારોમાં દબાણ છે. હવે નજીકના સમયમાં જોવાનું રહેશે કે આ અપડેટથી ભારતીય બજાર પર કેવી અસર થશે. અમેરિકા-ઈરાન યુદ્ધને લીધે ભારતીય શેરબજાર આશરે 15 ટકા ગગડી ગયું હતું. આ ચૂંટણી બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ કૂણા પડશે તો ભારતીય અર્થતંત્ર તેમ જ વૈશ્વિક વ્યાપાર માટે એક સુખદ સ્થિતિ સર્જાશે. ટેરિફ, ઈરાન યુદ્ધ, ક્રુડના ભાવમાં ભારે તેજી જેવા પરિબળો ભારતીય બજારો અને ભારતના સામાન્ય પ્રજાજનો સુધી પ્રતિકૂળ અસર સર્જી રહ્યા છે. 

ભારત પર ટેરિફની અસર

અમેરિકા ભારતના માલ-સામાન માટે એક વિશાળ બજાર છે. અમેરિકાની ટેરિફ નીતિને લીધે ભારતના વ્યાપાર તથા નિકાસકારોને વ્યાપક અસર થઈ છે. હવે ભારત અમેરિકા સાથે સંપૂર્ણ વ્યાપાર સમજૂતીને લઈ રાહ જોઈ રહેલ છે. વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ મહિને ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી અંતિમ સ્વરૂપ આપવા નજીક હતા. 

H-1B વિઝા અને ઈમિગ્રેશન

ચૂંટણી પરિણામોની અમેરિકામાં રહેતા ભારતીય પ્રોફેશનલ અને વિશેષ કરીને H-1B વિઝાહોલ્ડર પર અસર થઈ શકે છે. અમેરિકાની સંસદના નિયંત્રણમાં ફેરફારથી ભવિષ્યમાં ઈમિગ્રેશન સંબંધિત અસર થઈ શકે છે. જોકે નજીકના ભવિષ્યમાં વિઝાને લગતા નિયમોમાં કોઈ જ ફેરફાર થાય તેવી શક્યતા નહીંવત છે.

અલબત ડેમોક્રેટિક પાર્ટીને મળેલી જીતને લીધે ઈમિગ્રેશનને લગતા નિયમોમાં કોંગ્રેસ તરફથી તપાસની શક્યતા વધી શકે છે તથા રિપબ્લિકન સમર્થિત કેટલાક પ્રસ્તાવ અટકાવવામાં આવી શકે છે. જોકે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના આદેશને એવી જ રીતે છોડી શકે તેમ નથી. નવા H-1B વિઝા અરજી પર 1 લાખ ડોલર ફી લગાવવાનો સમાવેશ થાય છે.