US President Veto Power:અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી 2026માં ડેમોક્રેટીક પાર્ટીએ હાઉસ અને સેનેટ બન્ને પર નિયંત્રણ મેળવી લીધા બાદ અમેરિકાના રાજકારણમાં વિટો શબ્દ સૌથી વધારે ચર્ચામાં આવી ગયો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર Veto લખીને એક લાલ MAGA ટોપીની તસવીર પોસ્ટ કરી છે. ફક્સ ન્યૂઝના અહેવાલ પ્રમાણે આ સાથે તેમના દ્વારા સ્પષ્ટ કરી દીધુ છે કે સંસદમાં પાસ થનારા કાયદાને અટકાવવા માટે તેમની પાસે રાષ્ટ્રપતિ તરીકે હોદ્દાની રૂએ Veto પાવરનો ઉપયોગ કર્યો છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું કહ્યું
સત્તાના આ નવા વળાંક પર રાષ્ટ્રપતિ ટ્ર્મ્પે કહ્યું કે જે પ્રમાણે તમે વાકેફ જ છો આ અગાઉ પણ જોવા મળ્યું છે. આ Veto શક્તિ છે અને આ કોઈ રાષ્ટ્રપતિ પાસે રહેલ કેટલીક શક્તિઓ પૈકીની એક છે. તેઓ સંસદમાં નિર્થક વસ્તુઓ પાસ કરવા મોકલશે અને હું તેને Veto લગાવી દઈશ.
અમેરિકાના રાષ્ટ્રપતિનો Veto પાવર શું છે?
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો વિટો પારવ અમેરિકાના બંધારણની કલમ 1 અને 2 અંતર્ગત મળતી શક્તિ છે. જેના મારફતે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ કોઈ પણ વિધેયકને કાનૂની દરજ્જો મળે છે.રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન સંરક્ષણ બજેટ, ઈરાન સૈન્ય શક્તિને લગતી દરખાસ્ત તથા સરહદ સંબંધિત ઈમર્જન્સી જેવા મહત્વના મુદ્દાને લઈ અનેક વખત વિટોનો ઉપયોગ કરી વિધેયકને નકારી દીધુ હતું.
જોકે અમેરિકાની કાનૂની વ્યવસ્થા પ્રમાણે રાષ્ટ્રપતિને વિટો સંપૂર્ણ સ્વરૂપથી અંતિમ નથી, જો અમેરિકી કોંગ્રેસના બન્ને ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટીટીવ્સ અને સેનેટ ફરીથી બે-તૃત્યાંશ બહુમતીથી વિધેયક પસાર કરે છે તો રાષ્ટ્રપતિનો વિટો પાવરનો કોઈ મહત્વ રહેતું નથી. અન વિધેયક તેમની સહી વગર જ કાયદો બની જાય છે.
