Nobel Peace Prize 2026: કોને મળશે નોબેલ શાંતિ પુરસ્કાર? આજે થશે નામની થશે જાહેરાત; જાણો કોણ છે રેસમાં આગળ

આ વર્ષે શાંતિ પુરસ્કાર મેળવવાની રેસમાં કુલ 287 ઉમેદવારો સામેલ છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધો અને તંગદિલી વચ્ચે આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દાવેદારીને લઈને વિશ્વભરમાં ભારે ચર્ચા જાગી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 09 Oct 2026 12:41 PM (IST)Updated: Fri, 09 Oct 2026 12:41 PM (IST)
who-will-win-the-nobel-peace-prize-2026-winner-announcement-today-amid-donald-trump-claims
નોબેલ શાંતિ પુરસ્કાર 2026ના વિજેતા

Nobel Peace Prize 2026 Winner Announcement: દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત એવા 'નોબેલ શાંતિ પુરસ્કાર 2026' (Nobel Peace Prize 2026) ની જાહેરાત આજે શુક્રવારે નોર્વેની રાજધાની ઓસ્લો ખાતે કરવામાં આવશે. આ વર્ષે શાંતિ પુરસ્કાર મેળવવાની રેસમાં કુલ 287 ઉમેદવારો સામેલ છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધો અને તંગદિલી વચ્ચે આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દાવેદારીને લઈને વિશ્વભરમાં ભારે ચર્ચા જાગી છે.

287 ઉમેદવારો રેસમાં: કયા નામો અને સંસ્થાઓ આગળ?

નોર્વેજિયન નોબેલ સમિતિને આ વર્ષે પુરસ્કાર માટે કુલ 287 નામોના નામાંકન મળ્યા છે, જેમાં ચોથા ભાગથી વધુ વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે. નિષ્ણાતોના મતે, આ વર્ષના મુખ્ય દાવેદારોમાં:

  • ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)
  • સુદાનમાં રાહત કામગીરી કરતી ઈમરજન્સી ટીમો
  • યુક્રેનમાં બાળકોના અધિકારો અને રક્ષણ માટે કાર્યરત સંગઠનો
  • બે મુખ્ય આંતરરાષ્ટ્રીય અદાલતો (International Courts)
  • કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની (પ્રેડિક્શન માર્કેટમાં ચર્ચાસ્પદ નામ)

નોબેલ સમિતિ સામાન્ય રીતે વિશ્વમાં શાંતિની ટકાઉપણા, આંતરરાષ્ટ્રીય ભાઈચારા અને શાંતિ સ્થાપવા માટે શાંતિપૂર્વક કામ કરતી સંસ્થાઓના યોગદાનને પ્રાધાન્ય આપે છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરતા આવ્યા છે. ઈરાન સામેના સંઘર્ષ વચ્ચે પણ તેઓ વારંવાર દાવો કરી ચૂક્યા છે કે તેઓ આ એવોર્ડના હકદાર છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને લોકશાહીના સંઘર્ષ માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. માદુરો સરકારના પતન બાદ મચાડોએ પોતાનો નોબેલ મેડલ ટ્રમ્પને ભેટ આપ્યો હતો. જોકે નોબેલ સમિતિના નિયમો અનુસાર આ સન્માન અન્ય કોઈને ટ્રાન્સફર કરી શકાતું નથી, જેથી તે માત્ર એક પ્રતીકાત્મક પગલું હતું.

પુરસ્કારની રકમ અને 125મી વર્ષગાંઠ

આ વર્ષે શાંતિ પુરસ્કારની 125મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. 1091માં શરૂ થયેલા આ પુરસ્કારના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 112 વ્યક્તિઓ અને 28 સંસ્થાઓને એનાયત કરવામાં આવ્યો છે. રેડ ક્રોસને 3 વાર અને યુએનની શરણાર્થી એજન્સીને 2 વાર આ પુરસ્કાર મળ્યો છે. આ વર્ષે વિજેતાને 12 મિલિયન સ્વીડિશ ક્રોનર (અંદાજે $1.2 મિલિયન ડોલર) ની ઈનામી રકમ આપવામાં આવશે.

અન્ય ક્ષેત્રોના નોબેલ પુરસ્કારો

આ અઠવાડિયે જ અન્ય ક્ષેત્રોના નોબેલ પુરસ્કારો પણ જાહેર થઈ ચૂક્યા છે:

  • મેડિસિન: બ્રેઈન મેપિંગ ટૂલ બનાવનાર 3 વૈજ્ઞાનિકોને.
  • ફિઝિક્સ: ન્યુટ્રિનોના દુર્લભ જૂથ પર સંશોધન માટે.
  • કેમિસ્ટ્રી: મોલેક્યુલર મિરર ઈમેજ શોધી અનેક દવાઓના નિર્માણમાં મદદ કરનાર 2 વૈજ્ઞાનિકોને.
  • સાહિત્ય: કેનેડિયન કવયિત્રી અને લેખિકા એની કાર્સન (Anne Carson) ને.
  • અર્થશાસ્ત્ર ના નોબેલ પુરસ્કારની જાહેરાત આગામી સોમવારે કરવામાં આવશે.