US Mid Term Election:અમેરિકામાં યોજાયેલા ચૂંટણીના પરિણામો પર સમગ્ર વિશ્વની નજર છે. બીજીબાજુ અમેરિકાના મતદાતા દ્વારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝાટકો આપ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને આ ચૂંટણીમાં કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. વિપક્ષી ડેમોક્રેટ્સને અમેરિકાની સેનેટમાં બહુમત મળી છે.
ટેક્સાસ, સાઉથ કેરોલિના, ઓહાયો અને કંસાસ જેવા રાજ્યોમાં ડેમોક્રેટિક પાર્ટીને રિપબ્લિકન પાર્ટીના મજબૂત ગઢોમાં ગાબડુ પાડ્યું છે. ડેમોક્રેટે એવી અનેક બેઠકો પર જીત મેળવી છે કે જ્યાં દાયકાથી તેની પહોંચ ન હતી. આ સાથે જ અનેક રાજ્યોમાં નવો ઈતિહાસ પણ રચ્યો છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ વિસ્તારોમાં ડેમોક્રેટ્સ શાનદાર રીતે આગળ રહી કે જ્યાં વર્ષ 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને મોટી જીત મળી હતી. તેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે જે મતદાતાના સમર્થનથી ટ્રમ્પ ફરી વખત રાષ્ટ્રપતિ બન્યા હતા ત્યાં હવે તેમનું સમર્થન ઓછું થયું છે.
ડેમોક્રેટિક પાર્ટના હાઉસ ઓફ રિપ્રેજેન્ટીટીવ અને સેનેટ એમ બન્ને પર ખૂબ જ સારા પ્રમાણમાં નિયંત્રણ રહ્યું છે. મધ્યાવર્તિ ચૂંટણીના પરિણામો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળનો અત્યાર સુધીનો સૌથી મોટો ઝાટકો માનવામાં આવે છે. જોકે હવે પ્રશ્ન એ છે કે ડેમોક્રેટ્સની આ જીત પાછળ છેવટે કયા કારણ છે. શુ તેની પાછળ ટ્રમ્પની નીતિ અર્થતંત્ર પર અસર કરી શકે છે, ઈરાન સાથે યુદ્ધ કે પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રત્યે મતદાતાની વધતી નારાજગી છે?
મોંઘવારી, ટેરિફ તથા ઈરાન યુદ્ધની કેવી અસર થઈ
ચૂટણીમાં અર્થતંત્ર સૌથી મહત્વનો મુદ્દો રહ્યો છે. મોંઘવારી તથા ખાદ્ય ચીજવસ્તુઓના વધી રહેલા ભાવથી મતદાતા ચિંતિત હતા. ઉપરાંત રાષ્ટ્રપતિ ટ્રમ્પના વડપણ હેઠળ સરકારની ટેરિફ સાથે સંકળાયેલ નીતિઓ અને ઈરાનને લગતા યુદ્દા પણ મતદાતામાં વ્યાપક પ્રમાણમાં નરાજગી દર્શાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં રાષ્ટ્રપતિ ટ્રમ્પે મોંઘવારી ઓછી કરવા અને લોકોના જીવનને વધારે સુગમ બનાવવાની ખાતરી આપી હતી. જોકે વધતી મોંઘવારી, વિદેશી માલ-સામાન પર ટેરિફ અને ઈરાન સાથેના યુદ્ધને લીધે આર્થિક મોરચે અસર જોવા મળી છે.
