US Midterm Election Results 2026: અમેરિકી મિડટર્મ ચૂંટણીના પ્રારંભિક પરિણામો સામે આવી રહ્યા છે. ચૂંટણીમાં ભારતીય-અમેરિકી ડેમોક્રેટ સુહાસ સુબ્રમણ્યમ અને અરુણા મિલરની જીતનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ફ્લોરિડામાં કોંગ્રેસની એક જોરદાર સ્પર્ધા વાળી સીટ પર ડેમોક્રેટ્સના પિયા દાંડિયાએ ચૂંટણી જીતી લીધી છે. જ્યારે બીજી બાજુ ઓહાયોના ગવર્નર પદની ચૂંટણીમાં રિપબ્લિકનના વિવેક રામાસ્વામી પાછળ ચાલી રહ્યા છે.
ચૂંટણીમાં કોની જીત કોની હાર?
સુહાસ સુબ્રમણ્યમની જીત પાક્કી: વર્જિનિયાના 10મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં સુહાસ સુબ્રમણ્યમ ચૂંટણી જીતી રહ્યા છે. અહીં ડેમોક્રેટિક ઉમેદવાર સુબ્રમણ્યમને લગભગ 63 ટતા મત મળ્યા હતા, જ્યારે તેમના રિપબ્લિકન પ્રતિસ્પર્ધી ડેવ બેકવિથને 37 ટકા મત મળ્યા. અત્યાર સુધી અંદાજિત મતોમાંથી લગભગ 95 ટકા ગણતરી પૂરી થઈ ગઈ છે.
આ જીત સાથે, સુહાસ સુબ્રમણ્યમ જેઓ પ્રથમ વખત 2025માં કોંગ્રેસમાં આવ્યા હતા. તેમને બે વર્ષનો બીજો કાર્યકાળ મળી ગયો છે. સુબ્રમણ્યમ, જેઓ 2024માં વર્જિનિયાથી કોંગ્રેસના પ્રથમ ભારતીય-અમેરિકી સભ્ય બન્યા હતા, તેમની સામે અપક્ષ ઉમેદવાર અહસેન મલિક પણ મેદાનમાં હતા.
અરુણા મિલર પણ જીત તરફ: પડોશી રાજ્ય મેરીલેન્ડમાં, ભારતીય-અમેરિકી લેફ્ટનન્ટ ગવર્નર અરુણા મિલરને વધુ એક કાર્યકાળ મળી શકે છે. મિલર જે ડેમોક્રેટિક ટિકિટ પર મૂરેની સાથે ચૂંટણી લડી રહ્યા હતા. તેમણે રિપબ્લિકન લેફટનન્ટ ગવર્નર ઉમેદવાર રોબ ક્રોપને હરાવી દીધા હતા.
ક્રોપ, પૂર્વ સ્ટેટ ડેલિગેટ ડેન કોક્સના સાથી ઉમેદવાર હતા. મિલરના ફરીથી ચૂંટાવાથી દેશના સૌથી ઉચ્ચ રાજ્ય કારોબારી પદોમાંથી એકમાં ભારતીય-અમેરિકી પ્રતિનિધિત્વ જળવાઈ રહેશે.
પિયા દાંડિયા ચૂંટણી જીત્યા: પ્રારંભિક આંકડા મુજબ, ફ્લોરિડાના 22મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં ડેમોક્રેટ્સના પિયા દાંડિયા, રિપબ્લિકનના કેસી અસ્કર સામે ચૂંટણી જીતી રહ્યા છે. તેમને 51.9 ટકા મત મળ્યા છે, જ્યારે અસ્કરને 48.1 ટકા મત મળ્યા. અહીં અંદાજિત મતોમાંથી લગભગ 97.6 ટકા ગણતરી પૂરી થઈ ગઈ છે.
આ પ્રતિસ્પર્ધા ખૂબ જ રોમાંચક રહી અને તેણે સૌનું ધ્યાન ખેંચ્યું, કારણ કે, આ તે મહત્વની ચૂંટણી મુકાબલાઓ પૈકીની એક છે. જે હાઉસ (પ્રતિનિધિ સભા) પર નિયંત્રણ નક્કી કરી શકે છે.
વિવેક રામાસ્વામી હારી રહ્યા છે ચૂંટણી: પ્રારંભિક પરિણામોમાં ઓહાયોમાં ગવર્નર પદની રેસમાં ડેમોક્રેટ એમી એક્ટને ભારતીય-અમેરિકી રિપબ્લિકન નેતા વિવેક રામાસ્વામીને હરાવી દીધા છે.
આ પરિણામો ભારતીય-અમેરિકી ડેમોક્રેટ્સ માટે પ્રારંભિક સફળતાઓ છે, જ્યારે ઘણી અન્ય મહત્વપૂર્ણ સીટો પર હજુ પણ સ્થિતિ સ્પષ્ટ નથી.
