Sunita Williams News: નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ધરતી પર સુરક્ષિત પરત આવી ચુક્યા છે. અવકાશમાં તેમણે 9 મહિનાથી પણ વધુ સમય વિતાવ્યો હતો. અવકાશમાં આટલો વિતાવવાથી અવકાશયાત્રીઓના સ્વાસ્થ્ય પર પણ અસર જોવા મળતી હોય છે. આમાં સ્નાયુઓ અને હાડકાંને નુકસાન, પથરી, દ્રષ્ટિની સમસ્યાઓ અને ગુરુત્વાકર્ષણને કારણે શરીરને સંતુલિત કરવામાં મુશ્કેલીનો સમાવેશ થાય છે. ત્યારે આ સમયે તેમનો ખોરાક પણ મહત્વપૂર્ણ હોય છે. ચાલો જાણીએ કે તેઓ અવકાશમાં શું ખાતા હતા.
અવકાશયાત્રીઓ અવકાશમાં શું ખાય છે ?
આ મિશન દરમિયાન નાસાની તબીબી ટીમે અવકાશયાત્રીઓની કેલરી પર ધ્યાન આપ્યું હતું. 9 સપ્ટેમ્બરના રોજ નાસા દ્વારા બહાર પાડવામાં આવેલા ફોટામાં, બિલમોર અને વિલિયમ્સ રાત્રિભોજન ખાતા જોવા મળ્યા હતા. બોઇંગ સ્ટારલાઇનર મિશન સાથે સંકળાયેલા એક સૂત્રએ એક અહેવાલમાં ખુલાસો કર્યો હતો કે આ સમયગાળા દરમિયાન ક્રૂને ફક્ત પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે.
અવકાશયાનમાં રાખવામાં આવેલા બધા માંસ અને ઇંડા પૃથ્વી પર જ રાંધવામાં આવે છે. ત્યારબાદ તેમને ફક્ત અવકાશમાં ગરમ કરવાની જરૂર છે. જ્યારે સૂપ, સ્ટીવ અને કેસરોલ્સને પાણીમાં રિહાઇડ્રેટ કરવામાં આવે છે. હિન્દુસ્તાન ટાઇમ્સને એક સુત્રએ જણાવેલા અહેવાલ અનુસાર અવકાશયાત્રીઓએ નાસ્તામાં પાવડર દૂધ, પીત્ઝા, રોસ્ટ ચિકન, ઝીંગા કોકટેલ ભોજનમાં લેતા હતા.
