US And Iran War:અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, US સૈન્યએ કેશમ દ્વીપ પર કર્યો મિસાઈલ હુમલો

US Aand Iran War:ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એક વખત યુદ્ધ શરૂ થઈ ગયું છે. અમેરિકાએ ઈરાનના કેશમ દ્વીપ પર ભીષણ હુમલો કર્યો છે અને તેના જવાબમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા પણ વળતરો હુમલો કરવામાં આવ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 18 Nov 2026 07:29 AM (IST)Updated: Wed, 18 Nov 2026 07:48 AM (IST)
war-erupts-again-between-the-us-and-iran-us-military-launches-missile-attack-on-qeshm-island

US Aand Iran War:ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એક વખત યુદ્ધ શરૂ થઈ ગયું છે. અમેરિકાએ ઈરાનના કેશમ દ્વીપ પર ભીષણ હુમલો કર્યો છે અને તેના જવાબમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા પણ વળતરો હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકાના સૈન્યની માહિતી પ્રમાણે અમેરિકાના ફાઈટર એરક્રાફ્ટ દ્વારા ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ન્યૂઝ એજન્સી રોઈટર્સની માહિતી પ્રમાણે અમેરિકાના આ હુમલામાં IRGC પણ તેના પર થયેલા હુમલાનો વળતર જવાબ આપ્યો છે. દરમિયાન અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ સેક્ટરમાં અમેરિકા દ્વારા ઈરાન સામે નવેસરથી હુમલાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

કેશમ પ્રાંત પર થયો હુમલો

આ દરમિયાન ઈરાન તરફથી પુષ્ટી કરવામાં આવી છે કે તેના પર અમેરિકા દ્વારા હુમલા કરવામાં આવ્યા છે. હોર્મોઝગાન પ્રાંતના ડેપ્યુટી ગવર્નર અહેમદ નફિસીની માહિતી પ્રમાણે કેશમ દ્વીપ પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાને લીધે કોઈ ખાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું નથી. આ મહાદ્વીપ પર ઓછામાં ઓછા 5 વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. અલબત સમગ્ર વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં છે.

હોર્મુઝ નજીકના દ્વીપ પર થયો હુમલો

આ હુમલા હોર્મુઝ નજીક આવેલા દ્વીપ પર કરવામાં આવ્યા છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલના સપ્લાઈ માટે અત્યંત મહત્વનો માર્ગ માનવામાં આવે છે. અમેરિકા-ઈરાન વચ્ચે વ્યાપક પ્રમાણમાં તણાવની સ્થિતિ પ્રવર્તિ રહી છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચૂંટણીમાં હાર બાદ પ્રથમ વખત હુમલો

અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં પરાજય થયા બાદ ઈરાન પર અમેરિકા દ્વારા કરવામાં આવેલો આ પ્રથમ વખતનો હુમલો છે. અગાઉ ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધને પગલે વિશ્વ બજારમાં ક્રુડના ભાવો 115 ડોલર પ્રતિ બેરલ પહોંચી જતા વિશ્વ અર્થતંત્ર પર ફુગાવાને લઈ ભારે દબાણ સર્જાયું હતું અને સમગ્ર વિશ્વમાં આર્થિક મોરચે મોટા પ્રમાણમાં ઉથલ-પાથલ થતી જોવા મળી હતી. ભારત અને ચીન જેવા દેશો પણ ઘરઆંઘણે ફુગાવાની સ્થિતિને લઈ ભારે મુશ્કેલીનો સામનો કરતા હતા. હવે જોવાનું રહેશે કે ક્રુડ ઓઈલના ભાવ પર ફરી વખત તેવી અસર આવી શકે છે.