US-Iran Conflict: ઓમાનના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય જળસીમામાં એક અત્યંત ચોંકાવનારી સૈન્ય ઘટના સામે આવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષની વચ્ચે, ઈરાની બંદરોની નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહેલા પલાઉ-ધ્વજવાળા ઓઈલ ટેન્કર 'MT મેરિવેક્સ' (MT Merivex) પર યુએસ નેવીના ફાઈટર જેટે ઘાતક મિસાઈલ હુમલો કર્યો હતો. આ જહાજ પર 24 ક્રૂ સભ્યો સવાર હતા અને તેઓ તમામ ભારતીય નાગરિકો હતા. મિસાઈલ વાગતાં જ જહાજના એન્જિન રૂમમાં પ્રચંડ આગ લાગી ગઈ હતી અને જહાજ દરિયામાં ડૂબવા લાગ્યું હતું. જો કે, ઓમાનની વાયુસેનાએ સમયસર હેલિકોપ્ટર ઓપરેશન હાથ ધરીને તમામ ૨૪ ભારતીય નાવિકોને મોતના મુખમાંથી સુરક્ષિત બહાર કાઢી લીધા છે.
Indian Navy in Harmouz 24 Indian Seafarers seeking urgent assistance at 2057.07N 059 degree 0813 off coast Oman onboard @IndiannavyMedia @MEAIndia @DrSJaishankar @shipmin_india @ITFglobalunion pic.twitter.com/PljHOhTGVv
— FSUI (@FSUIINDIA) June 8, 2026
ઓડિયો ક્લિપ વાયરલ: ‘અમારા જહાજમાં કાણું પડ્યું છે, પ્લીઝ મદદ કરો’
આ હુમલા બાદ જહાજ પરથી મદદ માટે મોકલવામાં આવેલો એક અત્યંત ભયભીત કરનારો ઓડિયો સંદેશ પણ સામે આવ્યો છે. કટોકટીના આ સંદેશમાં એક ભારતીય ક્રૂ ઓફિસર સત્તાવાળાઓને રડતા અવાજે કહી રહ્યો છે. "સાહેબ, આ મોટર ટેન્કર મેરિવેક્સ છે… યુએસ નેવીની મિસાઈલ અમારા એન્જિન રૂમમાં વાગી છે અને જહાજના નીચેના ભાગમાં મોટું કાણું પડી ગયું છે. આખું જહાજ સળગી રહ્યું છે અને ડૂબી રહ્યું છે. અમે 24 લોકો છીએ અને બધા જ ભારતીય છીએ, પ્લીઝ અમારી મદદ કરો."
Swift response by #MRCC #Mumbai following missile attack on MT Marivex in #OmanSRR.
— Indian Coast Guard (@IndiaCoastGuard) June 9, 2026
On receiving information, MRCC Mumbai immediately coordinated with OMSC Oman, ensuring the safe rescue of 24 #Indian crew by #Oman Navy helicopters.@IndiaCoastGuard remains steadfast in its… pic.twitter.com/ULDjzgEK4g
રોયલ એરફોર્સ ઓફ ઓમાનનું રેસ્ક્યુ ઓપરેશન
મુંબઈમાં સ્થિત ભારતીય કોસ્ટ ગાર્ડના 'મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર' (MRCC) ને બપોરે 2:20 વાગ્યે આ હુમલાની માહિતી મળી હતી. ભારતીય તંત્રએ તુરંત ઓમાનના સર્ચ એન્ડ રેસ્ક્યુ સેન્ટર સાથે સંપર્ક સાધ્યો હતો. ઓમાનના માસીરાહ ટાપુ પરના એરબેઝ પરથી રોયલ એરફોર્સના હેલિકોપ્ટરે ઉડાન ભરી અને માત્ર 20 મિનિટમાં સળગતા જહાજ પર પહોંચીને ડેક પરથી તમામ ભારતીયોને એરલિફ્ટ કરી લીધા હતા. ભારતીય સંરક્ષણ મંત્રાલયે આ સફળ આંતરરાષ્ટ્રીય બચાવ કામગીરી માટે ઓમાનનો આભાર માન્યો છે.
Evacuation of Seafarers from Vessel Marivex in under process. Thanks for every one’s support @MEAIndia @DrSJaishankar @indiannavy @FsuiManoj @IMOHQ @ITFglobalunion pic.twitter.com/cyKIBqSqfh
— FSUI (@FSUIINDIA) June 8, 2026
અમેરિકાની સત્તાવાર સફાઈ: નાકાબંધી તોડવા બદલ હુમલો કર્યો
હુમલા અંગે યુએસ સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) ખુલાસો કર્યો છે કે આ ઓઈલ ટેન્કર બ્લેકલિસ્ટ હતું અને તેણે ઈરાન પર લાદવામાં આવેલી અમેરિકી નાકાબંધીનું ઉલ્લંઘન કર્યું હતું. સેન્ટકોમના જણાવ્યા અનુસાર, યુએસએસ અબ્રાહમ લિંકન (USS Abraham Lincoln) યુદ્ધજહાજ પરથી ઉડેલા F/A-18 સુપર હોર્નેટ ફાઇટર જેટે આ જહાજ પર ચોકસાઈપૂર્વક નિશાન સાધ્યું હતું, કારણ કે તેના ક્રૂ મેમ્બર્સે અમેરિકી સેનાની સૂચનાઓ માની ન હતી. આ જહાજે અગાઉ પણ ત્રણ વખત નાકાબંધી તોડવાનો પ્રયાસ કર્યો હતો.
— U.S. Central Command (@CENTCOM) June 8, 2026
શા માટે થઈ છે દરિયાઈ નાકાબંધી?
વાસ્તવમાં, 28 ફેબ્રુઆરીએ જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે દુશ્મનાવટ વધી, ત્યારે ઈરાને વૈશ્વિક તેલ વ્યાપારના મુખ્ય માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' ને બંધ કરી દીધો હતો. ત્યારબાદ પાકિસ્તાનમાં યોજાયેલી શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં એપ્રિલ મહિનાથી અમેરિકાએ ઈરાની બંદરોની કડક નાકાબંધી કરી દીધી છે. 13 એપ્રિલથી અત્યાર સુધીમાં અમેરિકી દળોએ ઉલ્લંઘન કરનારા 7 જહાજોને બંધ કર્યા છે અને 134 જહાજોના માર્ગ ડાયવર્ટ કર્યા છે. આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતીય નાવિકોનો જીવ જોખમમાં મૂકાતા વૈશ્વિક સ્તરે ચિંતા વધી ગઈ છે.
