Donald Trump War Announcement:અમેરિકા ઈરાન યુદ્ધ (US Iran War Latest News)ને લઈ અમેરિકા(America)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદન જાહેર કર્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ઈરાન સામે વધુ એક મોટું સૈન્ય ઓપરેશન હાથ ધરવા જઈ રહ્યું છે.ફ્લોરિકામાં એક રેલીને સંબોધિત કરતાં કહ્યું કે અમે વધુ એક નાના એપિક ફ્યુરી કરવા જઈ રહ્યા છીએ. એપિક ફ્યુરી ઈરાન સામે અમેરિકા સેનાનું યુદ્ધ અભિયાનનું નામ છે.
યુદ્ધનો અંત લાવવા અંગે શું કહ્યું ટ્રમ્પે
આ પણ વાંચો
રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે અમેરિકા યુદ્ધને જલ્દીથી અંત લાવવા માટે છે. જોકે, તેમણે એ વાત પર પ્રશ્ન સર્જ્યો કે શું યુદ્ધને તાત્કાલિક ખતમ કરવું યોગ્ય હશે કે પછી ધીમે ધીમે સમાપ્ત કરવું જોઈએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પ યુદ્ધને લઈ વિવિધ લક્ષ્યાંક અને સમયસીમા અંગે માહિતી આપતા હતા. જોકે ચુંટણી પ્રચાર કાર્યક્રમોમાં તેમણે કહ્યું કે યુદ્ધ જલ્દીથી ખતમ થઈ જવું જોઈએ.
આ મહિને રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા 3 નવેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી અગાઉ ઈરાન પર હુમલો કરશે નહીં . આ ચૂંટણીથી નક્કી થશે કે અમેરિકી સાંસદના બન્ને ગ-હો પર કઈ પાર્ટીનું નિયંત્રણ હશે. અત્યારે રિપબ્લિકન પાર્ટી પાસે બન્ને ગૃહોમાં બહુમતિ ઓછી છે.
28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો. જવાબમાં, ઇરાને ઇઝરાયલ અને ગલ્ફ દેશો પર હુમલો કર્યો જ્યાં યુએસ લશ્કરી થાણાઓ સ્થિત છે. ઇરાન પર US અને ઇઝરાયલી હુમલા તેમજ લેબનોનમાં ઇઝરાયલી હુમલા, હજારો લોકો માર્યા ગયા છે અને લાખો લોકોને તેમના ઘર છોડવા મજબૂર કર્યા છે. આ યુદ્ધે વૈશ્વિક ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ પર પણ અસર કરી છે. US મધ્યવર્તી ચૂંટણીઓ પહેલા ઇંધણના વધતા ભાવ પણ ચિંતાનો વિષય છે.
