Moscow Drone Attack:મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો; યુક્રેને 1000થી વધુ ડ્રોનનો તાબડતોબ મારો કર્યો, Video સામે આવ્યો

રશિયામાં સંસદીય ચૂંટણીના અંતિમ દિવસે મોસ્કોમાં ભીષણ ડ્રોન હુમલો થયો છે. યુક્રેને મોસ્કો પર એક હજારથી પણ વધારે ડ્રોનથી હુમલો કર્યો છે. મોસ્કોની એક ઓઈલ રિફાઈનરીને ડ્રોન હુમલમાં નુકસાન થયું છે. હુમલા બાદ આ આગ લાગી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 20 Sep 2026 02:34 PM (IST)Updated: Sun, 20 Sep 2026 02:37 PM (IST)
ukraine-launches-massive-drone-attack-on-russian-capital-moscow-using-over-1000-drones

Moscow Drone Attack:રશિયામાં સંસદીય ચૂંટણીના અંતિમ દિવસે મોસ્કોમાં ભીષણ ડ્રોન હુમલો થયો છે. યુક્રેને મોસ્કો પર એક હજારથી પણ વધારે ડ્રોનથી હુમલો કર્યો છે. મોસ્કોની એક ઓઈલ રિફાઈનરીને ડ્રોન હુમલમાં નુકસાન થયું છે. હુમલા બાદ આ આગ લાગી હતી. બીજીબાજુ આગને લીધે જ્વાળા અને ધૂમાડો જોવામળતો હતો. અનેક વિસ્ફોટોનો અવાજ સંભળાતો હતો.

મોસ્કોને મેયર સર્ગેઈ સોબ્યાનિને રવિવારે ટેલિગ્રામ પર માહિતી આપી કે ડ્રોનથી મોસ્કોની ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવવામાં આવી છે. રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી તાસ દ્વારા મેયરને ટાંકી રિફાઈનરીને નુકસાન થયાની માહિતી આપી છે.

આ હુમલામાં બે વ્યક્તિના મોતની માહિતી મળી છે. જ્યારે ન્યૂઝ એન્સીએ સોશિયલ મીડિયા પર સામે આવેલ વીડિયોના સ્થાનની પૃષ્ટી કરી છે. આ વીડિયોમાં દૂર એક જગ્યા પર આગ લાગેલી જોવા મળતી હતી. આકાશમાં ધૂમાડો જોવા મળતો હતો.

જેલેન્સ્કીના મતે આ વિસ્તારોમાંથી રશિયાની યુદ્ધ મશીનને અબજો ડોલરની મદદ મળી છે. કાર્યવાહીમાં FP-1, RZ-100, MICH-2000, Palianytsia,Liutyi Bars જેવી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેલેન્સ્કીની સુરક્ષા સેવા, માનવ રહિત સિસ્ટમ દળ, વિશેષ અભિયાન દળ વગેરેને અભિનંદન આપ્યા છે.