દુબઈના શાસકના નાના ભાઈ શેખ અહમદ બિન રાશિદનું નિધન, UAEમાં 10 દિવસનો શોક જાહેર

દુબઈ સરકાર દ્વારા 10 દિવસના સત્તાવાર શોકની જાહેરાત કરી અને રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ નમાવી દેવામાં આવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 21 Sep 2026 03:37 PM (IST)Updated: Mon, 21 Sep 2026 03:39 PM (IST)
uae-sheikh-ahmed-bin-rashid-al-maktoum-passed-away-at-76-age-dubai-10-day-mourning
Sheikh Ahmed bin Rashid Al Maktoum

Sheikh Ahmed Al Maktoum Passed Away: સંયુક્ત આરબ અમીરાત (UAE) ના વડાપ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતૂમના નાના ભાઈ શેખ અહમદ બિન રશીદ અલ મકતૂમનું આજે સોમવારે સવારે 76 વર્ષની વયે અવસાન થયું છે. દુબઈ સરકાર દ્વારા 10 દિવસના સત્તાવાર શોકની જાહેરાત કરી અને તમામ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ નમાવી દેવામાં આવ્યા છે.

 

દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદે ખુદ આ વાતની પુષ્ટિ કરતા એક પોસ્ટ કરી છે. જોકે, તેમના મૃત્યુનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી. શેખ અહમદ બિન રાશિદ અલ મકતૂમ દુબઈ પોલીસ અને પબ્લિક સિક્યુરિટીના ડેપ્યુટી ચેરમેન તરીકે સેવા આપી રહ્યા હતા. UAE માં સશસ્ત્ર દળોની સ્થાપના કરવામાં તેમનું અત્યંત મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.

શેખ મોહમ્મદ બિન રાશિદે વ્યક્ત કર્યો શોક

દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદે X એકાઉન્ટ પર એક પોસ્ટમાં કહ્યું: "આજે, UAE અને દુબઈએ શેખ અહમદ બિન રશીદ અલ મકતૂમને ગુમાવ્યા છે. તેઓ દુબઈના શાસકોના સમર્થક હતા અને UAE સશસ્ત્ર દળોની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. દુબઈના લોકો તેમને ખૂબ પ્રેમ કરતા હતા, અને તેઓ તેમને ખૂબ પ્રેમ કરતા હતા. તેમની મીઠી યાદો હંમેશા તેમને જાણતા બધાના હૃદયમાં રહેશે."