Turkey Military Flight: છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાનમાં તુર્કીના મિલિટરી ટ્રાન્સપોર્ટ ઉડાનમાં અસામાન્ય વધારો થતાં ભારતીય સંરક્ષણ વર્તુળોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે.
ઓપન-સોર્સ ફ્લાઇટ ટ્રેકર્સે જોયું કે, 19 અને 21 ઓગસ્ટની વચ્ચે તુર્કીના લશ્કરી ટ્રાન્સપોર્ટ વિમાનો જેવા કે, C-130 હર્ક્યુલસ અને A400M મોડેલનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના નૂરખાન, મસરુર અને મુરીદ જેવા પાકીસ્થાની એરબેઝ પર ઉતરતા જોયા છે.
શું તુર્કી પાકિસ્તાનને લશ્કરી હાર્ડવેર સપ્લાય કરી રહ્યું છે?
અટકળો લગાવવામાં આવી રહી છે કે, આ ફ્લાઈટ દ્વારા પાકિસ્તાનમાં તુર્કીના લશ્કરી હાર્ડવેર મોકલવામાં આવી શકે છે. જેમાં માનવરહિત હવાઈ સિસ્ટમ અને એર ડિફેન્સ ઉપકરણો જેવા કે, બાયકર અને અસિસગાર્ડ સિસ્ટમનો સમાવેશ થાય છે.
મક્કા કરાર બાદ બંને રાષ્ટ્રો વચ્ચે વધેલી ગતિવિધિ
આ હવાઈ ગતિવિધિઓ 7 ઓગસ્ટના રોજ પાકિસ્તાન, તુર્કી અને સાઉદી અરેબિયા વચ્ચે ત્રિપક્ષીય મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થયા પછી તરત જ જોવા મળી હતી. આ કરાર એક સામૂહિક સંરક્ષણ કરાર સ્થાપિત કરે છે, જેમાં એવી શરત મૂકવામાં આવી છે કે, ત્રણ સભ્ય રાષ્ટ્રોમાંથી કોઈપણ એક પર સશસ્ત્ર હુમલો તે બધા પર હુમલો માનવામાં આવશે.
જો કે, પાકિસ્તાન કે તુર્કી બંનેમાંથી કોઈએ સત્તાવાર રીતે આ પરિવહન કામગીરી અથવા વહન કરવામાં આવતા કાર્ગોની ચોક્કસ પ્રકૃતિની પુષ્ટિ કરી નથી. પાકિસ્તાનમાં તુર્કી વિમાનના ઉતરાણથી સંરક્ષણ વર્તુળોમાં પ્રશ્નો ઉભા થયા છે કે, શું પાકિસ્તાન ભારત સાથે બીજા સંઘર્ષની તૈયારી કરી રહ્યું છે.
'ઓપરેશન સિંદૂર' દરમિયાન તુર્કીએ પાકિસ્તાનને સપોર્ટ આપ્યો
ગયા વર્ષે મે મહિનામાં 'ઓપરેશન સિંદૂર' પહેલા, ચીન અને તુર્કીએ કથિત રીતે પાકિસ્તાનને અદ્યતન લશ્કરી હાર્ડવેર સપ્લાય કર્યા હોવાના અહેવાલ છે. આમાં ચાઇનીઝ PL-15 એર-ટુ-એર મિસાઇલો અને HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ્સ, તેમજ તુર્કી મૂળના બાયરાક્તાર અને એસિસગાર્ડ સોંગર કામિકાઝ ડ્રોનનો સમાવેશ થાય છે. તેઓએ રીઅલ-ટાઇમ યુદ્ધભૂમિ ડેટા અને વ્યૂહાત્મક સપોર્ટ પણ પૂરો પાડ્યો હતો.
ગયા વર્ષે ચાર દિવસના સંઘર્ષ દરમિયાન, ભારતીય સશસ્ત્ર દળોએ તેમના મલ્ટી લેયર્ડ એર ડિફેન્સ ગ્રીડ અને ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સ્ટ્રેટજીનો ઉપયોગ કરીને આ હુમલાઓનો સામનો કર્યો હતો અને મહત્વપૂર્ણ નાગરિક માળખા કે લશ્કરી માળખાને કોઈ નુકસાન થાય તે પહેલા તમામ હવાઈ જોખમોને સફળતાપૂર્વક અટકાવ્યા હતા.
ભારતીય દળોએ પાકિસ્તાનના સંરક્ષણ નેટવર્કને તોડી પાડવા અને તેના આક્રમક હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે સ્વદેશી ટેકનોલોજી અને અદ્યતન એન્ટિ-એક્સેસ ફ્રેમવર્કનો ઉપયોગ કર્યો હતો.
