Explosion In Dera Ghazi Khan: પાકિસ્તાનના ડેરા ગાઝી ખાનમાં સરકાર હસ્તકના પરમાણુ ઊર્જા વિભાગની નજીક એક વિસ્ફોટ થયાનો અવાજ સંભળાયો હતો. એવી માહિતી સામે આવી છે કે આ વિસ્ફોટ એટલો ભીષણ હતો કે તેનો અવાજ લગભગ 50 કિમી અંતર સુધી સંભાયો હતો. આ વિસ્ફોટ અંગે પ્રાથમિક માહિતી મળી નથી.
વર્ષ 2012માં તેહરીક-એ-તાલિબાન સાથે સંકળાયેલા આતંકવાદીઓએ આ પરમાણુ સુવિધાનો નાશ કરવાની ધમકી આપી હતી. આ સુવિધા મજબૂત સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત છે.
Huge blast ? that could even be heard 50km away in a #nuclear facility of #Pakistan Army caused huge casualties in DG Khan. Radiation leak feared.
— manju?? (@justtweettz) October 6, 2023
Allegedly A #drone had been spotted before the blast.
Unknown car riders
Unknown bikers
Unknown gunmen
Unknown Chefs
.
.
.… pic.twitter.com/LzoSpBGyYT
એવી પણ માહિતી મળી છે કે પાકિસ્તાન ડેરા ગાઝીમાં યુરેનિયમનો સંગ્રહ ધરાવે છે. ડેરા ગાઝી ખાનમાં સ્થાપિત પરમાણુ કેન્દ્ર પાકિસ્તાનનું સૌથી મોટું વિશાળ છે. પાકિસ્તાન અધિકારીઓ તરફથી આ વિસ્ફોટ અંગે કોઈ અધિકૃત પૃષ્ટી કરવામાં આવી નથી.
? Huge blast at pakistan military's (SPD) Atomic weapons development facility in DG Khan. pic.twitter.com/7bqBmy7Ohb
— OSINT Updates (@OsintUpdates) October 6, 2023
સોશિયલ મીડિયા પર ફાયરફાઈટર્સ, એમ્બ્યુલન્સ તથા પોલિસ વાનનો કાફલો ધસી જતો જોવા મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના બલોચિસ્તાન તથા ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલા થયાના ગણતરીના કલાકોમાં આ વિસ્ફોટની ઘટના સર્જાઈ છે. જ્યા ઓછામાં ઓછા 65 નાગરિકોના મોત થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વિસ્ફોટ એક મસ્જિદ નજીક થયો હતો, જ્યા એક આત્મઘાતી હુમલાખોરે એક પોલીસ વાહન નજીક વિસ્ફોટકોને એક્ટિવ કરી દીધા હતા, અહીં લોકો પૈગમ્બર મોહમ્મદના જન્મ દિવસ પ્રસંગે એક જુલૂસ માટે એકત્રિત થયા હતા. એવી જ રીતે ખૈબર પખ્તૂનખ્વામાં પણ એક મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
