Tarique Rahman Net Worth in 2026: બાંગ્લાદેશના રાજકારણમાં 12 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) એ પ્રચંડ બહુમતી મેળવી એક નવા યુગનો પ્રારંભ કર્યો છે. સતત 36 વર્ષ સુધી મહિલા નેતૃત્વ હેઠળ રહ્યા બાદ, હવે દેશની કમાન એક પુરુષ વડાપ્રધાનના હાથમાં જશે. પક્ષના અધ્યક્ષ તારિક રહેમાને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. જોકે, તેમની રાજકીય સફરની સાથે સાથે તેમની અઢળક સંપત્તિ પણ અત્યારે ચર્ચાનો વિષય બની છે. ચાલો તમને જણાવીએ કે તેમની પાસે કેટલી સંપત્તિ છે.
કોણ છે તારિક રહેમાન?
આ પણ વાંચો
તારિક રહેમાન બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાન અને ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલા ખાલિદા ઝિયાના પુત્ર છે. તેમને બાંગ્લાદેશી રાજકારણના 'ક્રાઉન પ્રિન્સ' તરીકે ઓળખવામાં આવે છે. 1967 માં કરાચીમાં જન્મેલા તારિકે ઢાકા યુનિવર્સિટી અને પ્રતિષ્ઠિત લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં શિક્ષણ મેળવ્યું છે. 1990 ના દાયકામાં રાજકારણમાં પ્રવેશ્યા બાદ તેઓ 2008થી લંડનમાં દેશનિકાલ ભોગવી રહ્યા હતા અને 25 ડિસેમ્બર, 2025ના રોજ સ્વદેશ પરત ફર્યા હતા.
દેશના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ
રાજકારણી હોવાની સાથે તારિક રહેમાન એક સફળ ઉદ્યોગપતિ પણ છે. બાંગ્લાદેશી મીડિયા અહેવાલો અનુસાર, તેઓ દેશના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની સંપત્તિનો અંદાજ નીચે મુજબ છે:
- કુલ સંપત્તિ (યુએસ ડોલરમાં): આશરે $1.7 બિલિયન.
- બાંગ્લાદેશી ટાકામાં મૂલ્ય: આશરે 21,000 કરોડ ટાકા (વર્તમાન દર 1 ડોલર = 122.22 ટાકા મુજબ).
- ભારતીય રૂપિયામાં મૂલ્ય: અંદાજે 15,000 કરોડ રૂપિયાથી વધુ.
વ્યવસાયિક રોકાણ અને વિવાદો
તારિક રહેમાનના વ્યવસાયિક સામ્રાજ્ય વિશેની વિગતો ખૂબ જ મર્યાદિત છે, પરંતુ પ્રાપ્ત અહેવાલો અનુસાર:
- વ્હાઇટ એન્ડ બ્લુ કન્સલ્ટન્ટ્સ લિમિટેડ: 2015માં તેમણે આ ખાનગી પેઢીની નોંધણી કરાવી હતી, જે પબ્લિક રિલેશન્સ અને કોમ્યુનિકેશન ક્ષેત્રે કાર્યરત છે.
- આંતરરાષ્ટ્રીય રોકાણ: તેમણે દક્ષિણ આફ્રિકાના વિવિધ પ્રોજેક્ટ્સમાં આશરે 1.5 કરોડ ટાકાનું રોકાણ કર્યું હોવાનું મનાય છે.
- મલેશિયા કનેક્શન: મલેશિયામાં તેમની 230 મિલિયન ડોલરની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી, જેની કાયદેસરની વિગતો આપવા માટે તેઓ ચર્ચામાં રહ્યા હતા.
