Switzerland Bar Blast: જ્યારે એકબાજુ આખી દુનિયા નવા વર્ષ 2026 ની ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે સ્વિટ્ઝરલેન્ડમાંથી બ્લાસ્ટના મોટા સમાચાર સામે આવ્યા છે. સ્વિટ્ઝરલેન્ડના ક્રાન્સ મોન્ટાના શહેરમાં ગુરુવારે વહેલી સવારે એક બારમાં ભયાનક ધમાકો થયો હતો. આ અકસ્માતને કારણે નવા વર્ષની ઉજવણીની ખુશીઓ ક્ષણભરમાં દુ:ખની ક્ષણમાં ફેરવાઈ ગઈ છે.
વિસ્ફોટમાં અનેક લોકોના મોતની આશંકા
પ્રાપ્ત થયેલી પ્રાથમિક માહિતી અનુસાર આ વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ધમાકામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક લોકોની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવાય છે.
Several people were killed and others injured when an explosion ripped through a bar in the luxury Alpine ski resort town of Crans Montana, Swiss police said early Thursday. #Switzerland #swissskiresort #swiss #explosion #newyear pic.twitter.com/JodDIbkWeL
— Madhuri Adnal (@madhuriadnal) January 1, 2026
વિસ્ફોટનું કારણ અકબંધ
ધમાકાની જાણ થતા જ પોલીસ અને ઈમરજન્સી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં ત્યાં મોટા પાયે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષાના કારણોસર પોલીસે વિસ્ફોટ વાળી જગ્યા અને તેની આસપાસના સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને લોકોને ત્યાં ન જવા સૂચના આપી છે. આ વિસ્ફોટ કયા કારણોસર થયો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી હોવાનું જણાવી રહી છે.
