Super El Ninoનું રૌદ્ર સ્વરૂપ; ભીષણ ગરીથી આગામી 5 મહિનામાં 3 લાખથી વધારે લોકો મોતને ભેટશે, ભારત પર કેટલી અસર થશે?

સુપર અલ નીનો(El Niño)નું જોખમ ખૂબ જ વધી રહ્યું છે. ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશો તેની ઝપટમાં આવી રહ્યા છે. ક્લાઈમેટ ઈમ્પેક્ટ લેબ એ અલ નીનોના વધતા પ્રભાવને લઈ એક એવો નકશો જાહેર કર્યો છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 29 Oct 2026 12:27 PM (IST)Updated: Thu, 29 Oct 2026 12:27 PM (IST)
super-el-ninos-more-than-3-lakh-people-will-die-in-next-5-months-due-to-extreme-heat

El Nino Map:સુપર અલ નીનો(El Niño)નું જોખમ ખૂબ જ વધી રહ્યું છે. ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશો તેની ઝપટમાં આવી રહ્યા છે. ક્લાઈમેટ ઈમ્પેક્ટ લેબ એ અલ નીનોના વધતા પ્રભાવને લઈ એક એવો નકશો જાહેર કર્યો છે કે જે સમગ્ર વિશ્વ માટે અલ નીનો કેટલો જોખમી છે તે દર્શાવે છે.ક્લાઈમેટ ઈમ્પેક્ટ લેબના નકશામાં આ બાબતને દર્શાવવામાં આવી છે કે પ્રશાંત મહાસાગરમાં સુપર અલ નીનોએ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, ગરમીને લીધે મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. આ નકસોથી સામે આવેલ આંકડા તો વધારે ડરાવી દે તેવા છે. 

અલ-નીનોથી ક્યાં સૌથી વધારે મોત થશે

અલ નીનો હીટ મોર્ટેલિટી ટ્રેકર નામના આ ભયાનક નકસા પ્રમાણે ઓક્ટોબર 2026થી માર્ચ 2027 વચ્ચે 3,73,000થી વધારે લોકોના મોત થઈ શકે છે.આ નકશામાં એવી પણ મહિતી આપવામાં આવી છે કે ત્રીજા ભાગના મોત નાઈજીરિયા, ભારત અને બ્રાઝીલમાં થવાનો અંદાજ છે. આ બાબત સ્પષ્ટ દર્શાવે છે કે તેની સીધી અસર ભારત પર કેટલી ઘાતક થઈ શકે છે.

3.4 ડિગ્રી સેલ્સિયસ વધશે તાપમાન

સુપર અલ નીનોની આ સ્થિતિ ત્યારે સર્જાઈ છે કે જ્યારે મૌસમની આ અસાધારણ ઘટનામાં સમુદ્રની સપાટીનું તાપમાન માપવામાં આવે છે. પૂર્વી-મધ્ય પ્રશાંત મહાસાગરના નીનો 3.4 સેક્ટરમાં પાણીનું તાપમાન સામાન્યથી 3.4 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોચી જાય છે. આ તાપમાન 18થી 24 ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન નોંધાયું હતું.વર્લ્ડ મીટેરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન પ્રમાણે નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે આ ઘટના તાપમાનને સામાન્ય અલ નીનોની તુલનામાં છ ઘણીથી વધારે છે.

9 મહિનામાં 857400 લોકોના મોત

આ સંશોધન વિશ્વભરના આશરે 3,700 પ્રદેશોને આવરી લે છે અને દરેક મહિને અપડેટ કરવામાં આવે છે, જે આગામી છ મહિના માટે આગાહીઓ પૂરી પાડે છે.નકશા મુજબ જૂન 2026 માં શરૂ થનારી આ ઘટના માર્ચ 2027 સુધીમાં ગરમી સંબંધિત 857,400 વધારાના મૃત્યુ તરફ દોરી શકે છે, જે એક મહિના પહેલા વૈજ્ઞાનિકોએ અંદાજ લગાવ્યો હતો તેના કરતા 350,000 વધુ છે.