Super El Nino Impact On India: વર્ષ 2026માં સમગ્ર વિશ્વની મોસમમાં મોટું પરિવર્તન આવ્યું છે. ભારત પણ આ પરિવર્તનથી બચી શકે તેમ નથી. સમુદ્રનું તાપમાન વધી ચુક્યું છે. Live Scienceની માહિતી પ્રમાણે આ વર્ષે એપ્રિલ મહિનામાં સમુદ્રનું તાપમાન તેના વિક્રમજનક સ્તરે પહોંચી ગયું હતું. હકીકતમાં હવામાન બાબતોના વૈજ્ઞાનિકોએ સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે માનવજાત એક સદીમાં સૌથી શક્તિશાળી અલનીનો ઘટના પૈકી એક ઘટનાના સંકટનો સામનો કરવા જઈ રહી છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સુપર અલનીનો છેલ્લા 100 વર્ષમાં પ્રથમ વખત આટલું શક્તિશાળી બની ગયું છે અને પ્રશાંત મહાસાગરને ઘમરોડી રહ્યું છે.
સુપર અલનીનો ખૂબ જ શક્તિશાળી છે અને મોટા સંકટની ઘડી છે
અલનીનો અનેક વર્ષોમાં જ્વલેજ આવતી એક કુદરતી જળવાયુ પેટર્નનો ગરમીનો તબક્કો છે, જે વૈશ્વિક તાપમાનને વધારે છે. હવામાન વૈજ્ઞાનિકોએ તો ભવિષ્યવાણી કરી છે કે આ વર્ષે એક અસામાન્ય સ્વરૂપમાં શક્તિશાળી અથવા સુપર અલનીનોની સ્થિતિ સર્જાઈ છે. નવા આંકડાકીય માહિતીમાં સંકેત આપ્યા છે કે ગરમ અલનીનોની સ્થિતિ ટૂંક સમયમાં સામે આવશે. યુરોપીયન યુનિયનની કોપરનિકસ જળવાયુ પરિવર્તન સંબંધિત સર્વિસ અંગે માલુમ પડ્યું છે કે સમુદ્રની સપાટીનું તાપમાન અલનીનોની સ્થિતિમાં પરિવર્તનને દર્શાવે છે.
THE POWERFUL EL Niño IS BLENDING WITH MASSIVE PACIFIC MARINE HEAT WAVE
— Peter D Carter (@PCarterClimate) May 13, 2026
This will be globally disastrous- they will feed into each other. We are already at 1.5 °C. This marine-atmosphere combination will be a huge boost, leading to unprecedented super-extreme weather events… pic.twitter.com/mH4TCIliqH
અસહ્ય તાપમાનથી સમુદ્રનું તાપમાન ઊંચુ
બરફથી આચ્છાદિત આર્કિટેક અને એટાર્કટીકા વિસ્તારો સીવાય તમામ મહાસાગરોને મળનાર બાહ્ય ધ્રુવીય વૈશ્વિક મહાસાગરમાં સપાટીનું તાપમાન અત્યાર સુધીમાં કોઈ પણ એપ્રિલ મહિના માટે બીજું સૌથી વધારે તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે 69.8 ડિગ્રી ફેરનહિટ હતું, જે ફક્ત એપ્રિ 2024માં નોંધાયેલ 21.04 ડિગ્રી સેલ્સિયસ, અથવા 69.87 ડિગ્રી ફેરનહિટ બાદ સૌથી વધારે હતું. કેનેડામાં ક્લાઈમેટ ઈમર્જન્સી ઈન્સ્ટીટ્યુટના ડિરેક્ટર પીટર કાર્ટરની માહિતી પ્રમાણે શક્તિશળી અલનીનો પ્રશાંત મહાસાગરને ઘમરોડી રહ્યા છે, જેથી સમુદ્રી લૂ ની સ્થિતિ ચાલી રહી છે. વૈશ્વિક સ્તર પર આ સૌથી ભીષણ આપદા સાબિત થવાની છે.
It's a critical night for West UP, Uttarakhand, and Northeast Haryana. Just look at how widespread the current thunderstorms are — they are moving eastwards and will affect West UP, Uttarakhand, and parts of Haryana during the night. pic.twitter.com/02c3rsY4R9
— 🔴All India Weather (@allindiaweather) May 13, 2026
ધરતીનો અંતિમ અલનીનો જૂન 2023થી એપ્રિલ 2024 સુધી ચાલ્યો હતો. જેણે અગાઉથી જ ગરમ ધરતી પર વધારે ગરમી ફેલાવી છે. બે વર્ષમાં તાપમાનનો રેકોર્ડ તૂટી ગયો છે. વર્ષ 2024 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું હતું અને તે અત્યાર સુધીનું પ્રથમ વ્ષ હતું. વર્ષ 2023-24 અલ નીન સુપર મર્યાદાની બિલકુલ નજીક હતો.
