Alien Civilization: યુરેનસ ગ્રહના ચંદ્ર પર એલિયન હોવાની શક્યતા, નવા રિસર્ચમાં સંકેત મળતા વૈજ્ઞાનિકો ચોંક્યા

વિશ્વભરમાં પરગ્રહવાસી અર્થાત એલિયન્સને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સમયાંતરે આકાશમાં ઉડતી રકાબી અર્થાત UFO જોવા મળતી હોવાના અનેક લોકો દાવો કરી ચૂક્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 31 Oct 2024 08:38 PM (IST)Updated: Thu, 31 Oct 2024 08:38 PM (IST)
scientists-are-shocked-when-new-research-hints-at-the-possibility-of-aliens-civilization-on-the-moons-of-uranus
HIGHLIGHTS
  • આ રિસર્ચ અંતરિક્ષમાં પરગ્રહવાસીઓની સભ્યતાની શોધ માટે મહત્ત્વપૂર્ણ

Alien Civilization: વિશ્વભરમાં પરગ્રહવાસી અર્થાત એલિયન્સને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સમયાંતરે આકાશમાં ઉડતી રકાબી અર્થાત UFO જોવા મળતી હોવાના અનેક લોકો દાવો કરી ચૂક્યા છે. જેને એલિયન્સ સભ્યતા સાથે સાંકળવામાં આવે છે. એવામાં યુરેનસ ગ્રહના મિરાંડામાં એલિયન્સ સભ્યતાના સંકેત મળતા વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા છે .

આ અંગે રિસર્ચ કરી રહેલા જૉન્સ હૉપકિન્સ અને યુનિવર્સિટી ઑફ નોર્થ ડકોટાના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, મિરાંડની સપાટીની નીચે પાણીનો સોર્સ હોઈ શકે છે. આ રિસર્ચ અંતરિક્ષમાં એલિયન્સ સભ્યતાની શોધમાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. યુરેનસની ચારે તરફ એકપ્રકારના વલયો બનવાની પ્રક્રિયા પણ જોવા મળી રહી છે.

પ્લેનેટ સાયન્ટિસ્ટ ટૉમ નોર્ડહેમે જણાવ્યું કે, મિરાંડા જેવા નાના ચંદ્ર પર મહાસાગરના પુરાવા મળવા આશ્ચર્યજનક છે. યુરેનસનો ચંદ્ર રસપ્રદ હોઈ શકે છે. જે સૌર મંડળમાં રહેલા સૌથી દૂરના ગ્રહોમાં પાણીના સંકેત આપે છે.

આ ડેટા ગત વર્ષે NASA દ્વારા કરવામાં આવેલા રિસર્ચ પર આધારિત છે. જેમાં યુરેનસના ચંદ્ર પર પાણીની શોધ કરવામાં આવી હતી. રિસર્ચરસ શેરી બેયરે જણાવ્યું કે, આ શોધ સૌરમંડળના નિર્માણને સમજવામાં મદદ કરે છે.

1986માં વૉયઝર-2 દ્વારા લેવામાં આવેલી તસવીરોની મદદથી વૈજ્ઞાનિકોએ મિરાન્ડાના દક્ષિણ ધ્રુવ પર ફ્રેન્કસ્ટાઈન જેવા વિસ્તારનું ફરીથી રિસર્ચ કર્યું હતુ. રિસર્ચરોનું માનવું છે કે, મિરાંડામાં 10 થી 50 કરોડ વર્ષ પહેલા મહાસાગર હોવાના સંકેત મળ્યા છે. જે ગુરુત્વાકર્ષણની અસરના કારણે પેદા થયા છે.