Open PPF Account Online: આ રીતે ઘરે બેઠા જ ખોલાવી શકો છો PPF એકાઉન્ટ, જાણો વ્યાજ, પ્રોસેસ સહિતની A To Z વિગતો એક ક્લિકમાં

PPF એકાઉન્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેના પર મળનાર વ્યાજ અને મેચ્યોરિટી એમાઉન્ટ બન્ને ટેક્સ ફ્રી હોય છે. આ યોજનાનો મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષનો હોય છે, જેને તમે લંબાવી પણ શકો છો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 31 Oct 2024 08:10 PM (IST)Updated: Thu, 31 Oct 2024 08:10 PM (IST)
business-news-how-to-open-ppf-account-online-in-various-bank
HIGHLIGHTS
  • NRI પોતાનું PPF એકાઉન્ટ ખોલાવી શકતા નથી

Open PPF Account Online: પબ્લિક પ્રોવિડન્ડ ફંડ અર્થાત PPFમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો તગડું રિટર્ન ઉપરાંત તેમાં રોકવામાં આવેલી મૂડીની ગેરન્ટી ખુદ સરકાર લેતી હોય છે. આથી ભારતમાં PPF સૌથી લોકપ્રિય બચત યોજના પૈકીની એક બની છે. જો તમે પણ PPFમાં એકાઉન્ટ ખોલાવવા માંગતા હોવ, તો તમારે હવે બેંક કે પોસ્ટ ઑફિસના ધક્કા ખાવાની જરૂર નથી. તમે PPF ખાતું ઘરે બેઠા ઓનલાઈન પણ ખોલાવી શકો છો.

PPF એકાઉન્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેના પર મળનાર વ્યાજ અને મેચ્યોરિટી એમાઉન્ટ બન્ને ટેક્સ ફ્રી હોય છે. આ યોજનાનો મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષનો હોય છે, જેને તમે લંબાવી પણ શકો છો.

કોઈ પણ ભારતીય નાગરિક PPF એકાઉન્ટ ખોલાવી શકે છે, પછી તે માઈનોર પણ કેમ ના હોય. જો કે સગીર માટે ગાર્ડિયન એકાઉન્ટ ખોલાવી શકે છે. જ્યારે કોઈ પણ NRI PPF એકાઉન્ટ ખોલાવી શકતા નથી. જો તેમણે પહેલા જ PPF એકાઉન્ટ ખોલાવી રાખ્યું હોય, તો તેને યથાવત રાખી શકે છે, પરંતુ નવું ખાતું નથી ખોલાવી શકતા.

PPFમાં રોકાણ અને વ્યાજના નિયમો (PPF Interest Rate)

PPF એકાઉન્ટમાં વાર્ષિક ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. આ રકમ ઘણી વખત ટૂકડે-ટૂકડે પણ જમા કરી શકાય છે. જો તમે વર્ષમાં દોઢ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરો છો, તો તે 80C અંતર્ગત ટેક્સ ફ્રી ગણાય છે.

જ્યારે PPF પર ઈન્ટ્રેસ્ટ રેટ દર ત્રણ મહિને સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. અત્યારે PPF પર વાર્ષિક 7.1 ટકા વ્યાજ મળે છે, જે કમ્પાઉન્ડિંગના આધારે ગણવામાં આવે છે. આ વ્યાજની ખાસિયત એ છે કે, તે ટેક્સ ફ્રી હોય છે.

ઘરે બેઠા PPF એકાઉન્ટ ખોલવા ફૉલો કરો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જો તમારું બેંક એકાઉન્ટ કોઈ મોટી સરકારી કે ખાનગી બેંક જેવી SBI, BOB, HDFC, ICICIમાં હોય, તો તમે ઘરે બેઠા જ ઑનલાઈન PPF એકાઉન્ટ ખોલાવી શકો છે. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

  • સૌ પ્રથમ તમારે તમારી જે-તે બેંકની નેટ બેંકિંગ સાઈટ અથવા એપ પર જઈને લૉગિન કરવાનું રહેશે
  • જ્યાં ઈન્વેસ્ટમેન્ટ અથવા સર્વિસ વિભાગમાં જઈને PPF એકાઉન્ટનો ઑપ્શન સિલેક્ટ કરવો પડશે.
  • હવે જે ફોર્મ ઑપન થાય, તેમાં તમારી પર્સનલ ડિટેલ્સ અને નૉમિની સહિતની જાણકારી ભરી દો
  • છેલ્લે આધાર કાર્ડ, પાન કાર્ડ સહિત માંગ્યા મુજબના ડૉક્યુમેન્ટ અપલોડ કરી દો