Jaishankar Slams Pakistan: પાકિસ્તાની પત્રકારના સવાલ પર વિદેશ મંત્રી જયશંકરનો સણસણતો પ્રહાર, જુઓ શું કહ્યું

વિદેશ મંત્રી એસ. જયશંકર અને લાઇબેરિયાના વિદેશ મંત્રી સારા બેસોલો ન્યાન્તીએ આ પ્રેસ કોન્ફરન્સમાં દરિયાઈ માર્ગોની સુરક્ષા માટે નવી આંતરરાષ્ટ્રીય પહેલ 'Group of Friends' ની જાહેરાત કરી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 26 Sep 2026 10:43 AM (IST)Updated: Sat, 26 Sep 2026 10:43 AM (IST)
s-jaishankar-un-pakistan-journalist-terrorist-country-reply-maritime-security
એસ જયશંકર યુએન પાકિસ્તાન પત્રકાર

S Jaishankar UN Pakistan Journalist: સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મુખ્યાલય ખાતે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદ અંગે પ્રશ્ન પૂછનારા પાકિસ્તાની પત્રકારને સણસણતો જવાબ આપીને બોલતી બંધ કરી દીધી છે. જહાજ વ્યવહાર અને નાવિકોની સલામતી પર ભારત અને લિબેરિયા દ્વારા શરૂ કરાયેલા નવા 'ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ' ના લોન્ચિંગ બાદ યોજાયેલી પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ ઘટનાક્રમ સામે આવ્યો હતો.

પાકિસ્તાની પત્રકારને આપ્યો આકરો જવાબ

પ્રેસ બ્રીફિંગ દરમિયાન એક પાકિસ્તાની પત્રકારે વિદેશ મંત્રી એસ. જયશંકરને પૂછ્યું હતું કે, "તમારી સરકાર પાકિસ્તાનમાં આતંકવાદને સમર્થન આપવાનું ક્યારે બંધ કરશે?" આ સવાલનો તાત્કાલિક અને સ્પષ્ટ જવાબ આપતા જયશંકરે કહ્યું: "એક આતંકવાદી દેશ મને આ પ્રશ્ન પૂછી રહ્યો છે. અરે યાર!" ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ હરીશ પર્વતનેનીએ ઉમેર્યું હતું કે, "તમે તમારો જવાબ સ્પષ્ટપણે સાંભળી લીધો છે."

નોંધનીય છે કે, આ ઘટનાના એક દિવસ પહેલા જ એક ભારતીય પત્રકારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને પૂછ્યું હતું કે તેઓ આતંકવાદીઓને આશરો આપવાનું અને હાફિઝ સઈદ સામે કાર્યવાહી કરવાનું ક્યારે શરૂ કરશે, જેના પર શરીફે મૌન સેવી લીધું હતું.

દરિયાઈ સુરક્ષા અને 'ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ' ની રચના

વિદેશ મંત્રી એસ. જયશંકર અને લાઇબેરિયાના વિદેશ મંત્રી સારા બેસોલો ન્યાન્તીએ આ પ્રેસ કોન્ફરન્સમાં દરિયાઈ માર્ગોની સુરક્ષા માટે નવી આંતરરાષ્ટ્રીય પહેલ 'Group of Friends' ની જાહેરાત કરી હતી.

જયશંકરે જણાવ્યું હતું કે, ભારત દરિયાઈ કર્મચારીઓનો મોટો સ્રોત છે અને લિબેરિયા પાસે વિશ્વનું સૌથી મોટું શિપિંગ રજિસ્ટ્રી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ગલ્ફ, રેડ સી, બાબ-અલ-મંદેબ અને હોર્મુઝની સામુદ્રધુની જેવા વિસ્તારોમાં વ્યાપારી જહાજો અને નાવિકો પર વારંવાર હુમલા થઈ રહ્યા છે. 23 સપ્ટેમ્બરના રોજ ભારત આવી રહેલા 'MV Cape Dao' જહાજ પર ઓમાન નજીક થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું, જ્યારે 19 ભારતીયોને ઉગારી લેવાયા હતા. આ પ્રકારના હુમલા આંતરરાષ્ટ્રીય વેપાર અને માસૂમ નાવિકો માટે અસ્વીકાર્ય છે.

ઇઝરાયલનો બ્રિટિશ કોન્સ્યુલેટ બંધ કરવાનો આદેશ

દરમિયાન, અન્ય એક મહત્વના આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પૂર્વ જેરુસલેમમાં આવેલા બ્રિટિશ કોન્સ્યુલેટને બંધ કરવાનો આદેશ આપ્યો છે. યુકે, ફ્રાન્સ અને કેનેડા દ્વારા પશ્ચિમ કાંઠાની ઇઝરાયેલી વસાહતોમાંથી આવતી આયાત પર પ્રતિબંધ મૂકવાની યોજનાના વિરોધમાં ઇઝરાયલે આ સખત કૂટનીતિક પગલું ભર્યું છે.