Russia Attack On Ukraine:ટ્રમ્પ-પુતિન વચ્ચે ડીઝલ સપ્લાઈ સમજૂતી બાદ યુક્રેન પર રશિયાનો ભીષણ હવાઈ હુમલો, 8 લોકોના થયા મોત

Russia Attack On Ukraine:યુક્રેનના જાપોરિજ્જિયા વિસ્તારમાં થયેલા રશિયાના ભીષણ હુમલામાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે. આ હુમલામાં મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 10 Oct 2026 05:02 PM (IST)Updated: Sat, 10 Oct 2026 05:02 PM (IST)
russias-deadly-attack-on-ukraine-following-agreement-between-presidents-trump-and-putin-regarding-diesel

Russia Attack On Ukraine:યુક્રેનના જાપોરિજ્જિયા વિસ્તારમાં થયેલા રશિયાના ભીષણ હુમલામાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે. આ હુમલામાં મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક સુરક્ષા પરિષદના સહ-અધ્યક્ષ ઈવાન ફેડોરોવની માહિતી પ્રમાણે શનિવારે રહેણાક વિસ્તારોની ઈમારતો પર રશિયા દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા સાડા ચાર વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ સમય ગાળામાં સતત બોમ્બમારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં યુક્રેનમાં થયેલા હુમલામાં 55થી વધારે લોકો જીવ ગુમાવી ચુક્યા છે.

આ હુમલો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ દ્વારા રશિયા સાથે એક મોટી ડીઝલ આયાત સંબંધિત સમજૂતીની જાહેરાતના એક દિવસ બાદ થયો છે. આ નિર્ણયે રશિયા પર વર્ષોથી ચાલી રહેલ અમેરિકી કૂટનીતિક અને આર્થિક દબાણના વલણને સંપૂર્ણપણે બદલી નાંખ્યું છે.

ટ્રમ્પનું ચોંકાવનાર પગલું

અમેરિકાના મધ્યવર્તી ચૂંટણી અગાઉ ઠીક પહેલા ઈંધણની વધતી કિંમતો પર કાબુ મેળવવાના ઉદ્દેશથી ટ્રમ્પે આ ડીલની જાહેરાત કરી છે. શુક્રવારે સોશિયલ મીડિયા પર ટ્રમ્પે માહિતી આપી હતી.

સમજૂતી પ્રમાણે રશિયા તાત્કાલિક 3 લાખ ટનથી વધારે ડીઝલનો સપ્લાઈ પૂરો પાડશે, ત્યારબાદ નવેમ્બરમાં 5 લાખ ટન અને ટૂંક સમયમાં 10 લાખ વધારાનું ડીઝલ મોકલશે. આ સમજૂતી બાદ ઓછા સમયમાં 30 લાખ ટન ડીઝલનો સપ્લાઈ કરવામાં આવશે. 

ટ્રમ્પના આ નિર્ણય તેમના દ્વારા ગયા મહિને જ હસ્તાક્ષર કરાયેલા આ વ્યાપક રશિયા-વિરોધી પ્રતિબંધ કાયદાની બિલકુલ વિપરીત છે. જેનો ઉદ્દેશ યુક્રેન યુદ્ધ માટે રશિયાના ઓઈલ અને ગેસ આવકને અટકાવવાનો હતો.

આ સમજૂતીની જેલેન્સ્કીએ ટીકા કરી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ આ સમજૂતીની આકરી ટીકા કરતાં તેને મજબૂત સહયોગી દ્વારા કરવામાં આવેલ એક નબળો નિર્ણય છે. ઓનલાઈન પોસ્ટમાં જેલેન્સ્કીએ ચેતવણી આપી કે અમેરિકાનું આ પગલું રશિયાને વધુ આતંક ફેલાવનાર નાણાંકીય સંશાધન પ્રદાન કરશે.