Russia's Attack:રશિયાનો કીવ પર ભીષણ હુમલો, ઓછામાં ઓછા 20 લોકોના મોત, યુક્રેને રાષ્ટ્રાવ્યાપી શોકની જાહેરાત કરી

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 02 Jul 2026 08:42 PM (IST)Updated: Thu, 02 Jul 2026 08:42 PM (IST)
russias-attack-on-kiev-at-least-20-people-killed-ukraine-declares-nationwide-mourning

Russia's Attack:રશિયાએ ગુરુવારે યુક્રેનની રાજધાની કીવ પર ભીષણ હુમલો કર્યો છે. આ હુમલામાં સેંકડો ડ્રોન અને મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો. તેને પગલે ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મોટા પ્રમાણમાં સંપત્તિને નુકસાન થયું છે. યુક્રેને શુક્રવારે રાષ્ટ્રવ્યાપી શોકની જાહેરાત કરી છે.


આ હુમલામાં કીવની અનેક ઈમારતોને ભારે નુકસાન થયું છે અને આગ લાગી છે. હજારોની સંખ્યામાં લોકો ઘરોમાંથી ભાગ્યા હતા અને સુરક્ષા માટે ભૂગર્ભ બોમ્બ શેલ્ટર, મેટ્રો સ્ટેશનો તથા વિવિધ સુરંગોમાં છૂપાયા હતા. કીવ પર આ વર્ષનો આ બીજો સૌથી મોટો હુમલો હતો.


આ હુમલામાં રશિયાએ 496 ડ્રોન અને 74 મિસાઈલ કીવ પર છોડ્યા હતા. યુક્રેનની વાયુસેનાએ મોટાભાગનાને આકાશમાં જ નાશ કરી દીધો હતો. જોકે 25 બેલેસ્ટિક મિસાઈલ અને 12 ડ્રોન 33 ભવનો-સ્થાનો પર પડ્યાં હતા. આયરલેન્ડની યાત્રા પર ગયેલા વોલોદિમીર જેલેસ્કી તેમની યાત્રાને અધવચ્ચે અટકાવી કીવ પરત આવ્યા છે. તેમણે કીવના લોકોને આગ્રાહ કર્યો કે રશિયા જલ્દીથી ફરી વખત હુમલો કરી શકે છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ઉચ્ચ ટેકનોલોજી ક્ષમતા ધરાવતી મિસાઈલો અને ડ્રોનથી કીવના સૈન્ય અડ્ડા, ઊર્જા યુનિટો, હવાઈ તથા અન્ય સ્થાનોને નિશાન બનાવ્યા છે. આ હુમલો રશિયાના નાગરિક અડ્ડા પર યુક્રેનના હુમલાના જવાબમાં કરવામાં આવ્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે બુધવાર-ગુરુવારની રાત્રે હુમલાના ઉદ્દેશથી મોકલવામાં આવેલ 327 યુક્રેનના ડ્રોનને રશિયાની એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કરી દીધો હતો.