Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે આગામી સપ્તાહ યોજાનાર અમેરિકા તથા રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચેની વાટાઘાટ અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે.
ઝેલેન્સ્કીએ સ્પષ્ટપણે કઈ પણ સમજૂતી અંતર્ગત રશિયા દ્વારા કબજો કરાયોલ યુક્રેની વિસ્તારને છોડવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. ઝેલેન્ક્સીએ યુક્રેનના વિસ્તારને ઔપચારીક રીતે છોડવાના ઈન્કાર સાથે કહ્યું છે કે યુદ્ધનો અંત લાવવા પર કેન્દ્રીત કોઈ પણ મંત્રણામાં યુક્રેનને સામેલ કરવું જોઈએ.
અત્રે ઉલ્લેખનય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે 15 મી ઓગસ્ટના રોજ તેઓ અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. ટ્રમ્પે કહ્યું કે રશિય-યુક્રેન યુદ્ધમાં શાંતિની દિશામાં પહેલ કરવાના આ પ્રયાસ સાર્થક સાબિત થશે.
ઝેલેન્સકીએ ટ્રમ્પને ચેતવણી આપી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ શનિવારે US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે પ્રસ્તાવિત બેઠક માટે કોઈપણ શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે જો કિવને શાંતિ વાટાઘાટોમાં સામેલ કરવામાં નહીં આવે તો આવા કોઈપણ કરાર ફક્ત "મૃત સમાધાન" હશે.
