Helicopter Crash: દરિયા કિનારે બેકાબુ બનેલું હેલિકૉપ્ટર ભેખડ સાથે ભટકાઈ ધડાકાભેર તૂટ્યું, 5ના મોત; દુર્ઘટનાનો ધ્રુજાવી દે તેવો VIDEO VIRAL

બેકાબુ બનેલા હેલિકૉપ્ટરને પાયલટ ઉડાવવાનો પ્રયાસ કરે છે. જેના પગલે હેલિકોપ્ટર દરિયા ઉપર થોડા સમય સુધી ચક્કર પણ લગાવે છે અને પછી ઘર પર ખાબકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 09 Nov 2025 03:44 PM (IST)Updated: Sun, 09 Nov 2025 03:44 PM (IST)
russia-caspian-sea-helicopter-crash-viral-video
HIGHLIGHTS
  • હેલિકોપ્ટર ઘર ઉપર ક્રેશ થતાં ભીષણ આગ ભભૂકી ઉઠી
  • ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયાનું અનુમાન

Helicopter Crash: રશિયાના દાગિસ્તાનમાં મુસાફરોને લઈને જતુ એક હેલિકૉપ્ટર અચાનક ક્રેશ થઈ ગયું હતુ. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. આ દુર્ઘટનાનો ધ્રુજાવી દે તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં જમીન સાથે ટકરાવાના કારણે હેલિકૉપ્ટરનો પાછળનો ભાગ તૂટતો જોવા મળી રહ્યો છે.

આ દુર્ઘટના કેસ્પિયન સાગરના કાંઠા પર આવેલ રશિયાના દાગિસ્તાન વિસ્તારમાં થયો હતો. આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં જંગલમાં આગની માફક વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને યુઝર્સ પણ ચોંકી ઉઠ્યા છે.

આ અંગે રિયાના ઈમરજન્સી મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ એક ખાનગી હેલિકોપ્ટર હતુ. જે દાગિસ્તાનમાં એક ઘર પર ક્રેશ થયું. જેના પગલે આસપાસનો વિસ્તાર પણ આગના ઝપેટમાં આવી જતાં ઘર પણ બળીને રાખ થઈ ગયું હતુ. આ બાબતની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો.

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, હવામાં ઉડવા દરમિયાન એક હેલિકૉપ્ટર અચાનક સંતુલન ગુમાવી બેસે છે અને ભેખડ સાથે ભટકાય છે. આ ટક્કર એટલી ભયાનક હતી કે, હેલિકૉપ્ટરનો પાછળનો ભાગ તૂટીને લટકી ગયો હતો. આમ છતાં પાયલટ હેલિકોપ્ટરને ઉડાવવાનો પ્રયાસ કરે છે. જેના કારણે હેલિકોપ્ટર થોડા સમય સુધી દરિયા પર ચક્કર લગાવતું રહે છે અને પછી અચાનક એક ઘર ઉપર તૂટી પડે છે. આ દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે ઈન્વેસ્ટિગેશન એજન્સીઓના જણાવ્યા પ્રમાણે, ટેક્નીકલ ખામીના કારણે આ દુર્ઘટના થઈ હોઈ શકે છે.