US-Iran agreement News:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે મધ્ય પૂર્વમાં જે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે સમજૂતી પર રવિવારે હસ્તાક્ષર કરવામાં આવશે. જોકે, ઈરાને રાષ્ટ્રપતિ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યાં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે ઈરાન સાથે સમજૂતી રવિવારે થવાની છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait Of Hormuz) સમજૂતી બાદ સૌને માટે ખુલ્લી જશે. તે વૈશ્વિક ક્રુડ ઓઈલના સપ્લાઈ માટે ધમની સમાન છે, જેને ઈરાન દ્વારા બંધ કરી રાખવામાં આવેલ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સૂચિત સમજૂતીની તુલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમય વર્ષ 2015માં થયેલી પરમાણુ સમજૂતી (JCPOA) સાથે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે બરાક ઓબામા દ્વારા ઈરાન સાથે કરવામાં આવેલ સમજૂતી JCPOA પરમાણુ હથિયારની દ્રષ્ટિએ હળવી હતી.
ઈરાનને છ વર્ષ અગાઉ પરમાણુ હથિયાર મળી ગયા હોત અને અત્યાર સુધીમાં તે ઉપયોગ પણ કરી ચુક્યું હોત. મારી ઈરાન સાથેની સમજૂતી બિલકુલ વિપરીત છે. પરમાણુ હથિયાર માટે દિવાલ હશે. હકીકતમાં તે પરમાણુ હથિયાર ઈચ્છતા નથી અને તેમને તે મળશે નહીં. તેઓ ખરીદી કરીને કે પછી નિર્માણ કરીને અથવા તો અન્ય કોઈ રીતે મેળવી શકશે નહીં.
આ અગાઉ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે કહ્યું કે અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતી આગામી 24 કલાકમાં અંતિમ સ્વરૂપ લઈ શકે છે. શહબાઝે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે અમે શાંતિ સમજૂતીની અગાઉની તુલનામાં ઘણા નજીક છીએ. આગામી 24 કલાકમાં તેને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવે તેવી આશા છે. ત્યારબા પાકિસ્તાન શાંતિ સમજૂતી પર ઈલેક્ટ્રોનિક રીતે હસ્તાક્ષર કરાવવા તૈયારી કરી રહ્યું છે અને ત્યારબાદ આગામી સપ્તા ટેકનિકલ સ્તર પર વાતચીત થશે.
