Pakistan LPG Crisis:સમગ્ર વિશ્વમાં સતત આર્થિક સહાયની માંગ કરનાર પાકિસ્તાન સામાન્ય પ્રજાની મોંઘવારીએ ફરી એક વખત કમર તોડી નાંખી છે. સંકટ આ વખત રસોઈ ગેસ એટલે કે LPGને લઈ છે. જ્યાં ગેસની કિંમત સામાન્ય પ્રજાની ક્ષમતાની બહાર જતી રહી છે.
ગેસની કિંમતોમાં અસહ્ય વધારો થવા પાછળ મુખ્ય કારણ ઈરાન છે. 17 ઓક્ટોબરથી ઈરાને પાકિસ્તાનમાં ગેસ સપ્લાઈ બંધ કરી દીધો છે. પડોશી દેશ ઈરાનની સીમા બંધ હોવાને લીધે પાકિસ્તાનમાં હાહાકાર મચ્યો છે.
સિલિન્ડરની કિંમત બે ગણાથી વધારે વધી
અત્રે ઉલ્લેખનીય છે કે ગેસ સપ્લાઈ બંધ થવાને લીધે પાકિસ્તાનમાં 12 કિલો ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતો રેકોર્ડ લેવલ પર પહોંચી ગઈ છે. હવે કિંમતોની વાત કરીએ તો કેટલાક દિવસ અગાઉ સિલિન્ડરની કિંમત 4500 હતી, જે વધીને રૂપિયા 7000થી રૂપિયા 8200 પહોંચી ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ઓઈલ અને ગેસ નિયામક પ્રાધિકરણ(OGRA)એ 11.8 કિલો સિલિન્ડરની સરકારી કિંમત રૂપિયા 3296 નક્કી કરી છે. જોકે સરકારનો દાવાથી વિપરીત બજારમાં તેનો ભાવ બે ગણી કિંમતથી છે. વિવિધ શહેરોમાં અત્યારે જોઈએ તો બલુચિસ્તાનમાં તે રૂપિયા 7000, લાહોરમાં 7500 અને સ્કર્દુમાં 8200 પાકિસ્તાની રૂપિયામાં મળે છે.
ઈરાનમાંથી સપ્લાઈ અટકાવ્યો, ઓમાન-ઈરાનથી પણ ઝાટકો
આ વાતને એવી રીતે સમજીએ કે પાકિસ્તાન તેની જરૂરિયાતના આશરે 70 ટકા LPG વિદેશમાંથી આયાત કરે છે અને તેમાંથી ઈરાનમાંથી 50 ટકા હિસ્સો આવે છે. હવે 17 ઓક્ટોબરથી ઈરાન અને પાકિસ્તાન વચ્ચે બે મહત્વની સીમા ચોકી બંધ છે.
પાકિસ્તાને દાવો કર્યો છે કે સુરક્ષા અને તસ્કરીને અટકાવવા માટે તેણે આ પગલું ભર્યું છે. જ્યારે ઈરાને તેની પાછળ ટેકનિકલ કારણ દર્શાવ્યું છે. બીજી બાજુ પાકિસ્તાનને ઈરાક અને ઓમાન પાસેથી ગેસ મળે છે. જોકે હોર્મુઝમાં ઈરાન સાથે તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને લીધે આયાત પર વિપરીત અસર થઈ રહી છે.
બીજી બાજુ ઈરાનની સીમા બંધ થવાની અસર ફક્ત ગેસ પર જ નહીં પણ વ્યાપાર પણ ઠપ્પ થઈ ગયો છે. સીમાના બન્ને બાજુ LPG ટેન્કરો સહિત સેંકડો ટ્રકો ફસાઈ ગઈ છે.
અહેવાલ પ્રમાણે 1000થી વધારે પાકિસ્તાની કન્ટેનર કે જેના પર બટાકા, કેળા અને ચોખાનું પરિવહન થઈ રહ્યું છે અને ઈરાન મોકલવામાં આવતા હતા. તે બોર્ડર પર અટકી પડ્યા છે. છેલ્લા એક સપ્તાહથી વધારે સમયથી ફસાયેલા ડ્રાઈવર અબ્દુલ ગની બલોચ જેવા અનેક ટ્રક ચાલક પાયાની સુવિધા વગર અહીં પરિવહન સેવા શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે.
