PM Modi G7 Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જૂનના રોજ કેનેડામાં 51મા G7 સમિટમાં પહોંચ્યા હતા. અહીં તેઓ વિશ્વના વિવિધ રાષ્ટ્રોના વડાઓને મળ્યા હતા અને તેમની સાથે વિશ્વને અસર કરતા મુદ્દાઓ પર વાત કરી હતી. આ ઉપરાંત તેમણે કેનેડા સાથે ભારતના સંબંધો સુધારવા માટે પણ વાતચીત કરી હતી.
A fruitful G7 Summit, which witnessed wide ranging deliberations on many issues…. pic.twitter.com/mbn52B4fEg
— Narendra Modi (@narendramodi) June 18, 2025
G7 સમિટ આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસ શહેરમાં યોજાઈ હતી. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. સમિટ દરમિયાન માર્ક કાર્ની સાથે તેમણે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી.
પીએમ મોદીએ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી. મે 2025 માં ચાન્સેલર મેર્ઝે પદ સંભાળ્યા પછી બંને વચ્ચે આ પહેલી મુલાકાત હતી.
પીએમ મોદીએ મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામ મળ્યા. બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. પીએમ મોદીએ બે સદીઓમાં પ્રથમ મેક્સીકન મહિલા રાષ્ટ્રપતિ બનવા બદલ વ્યક્તિગત રીતે અભિનંદન આપ્યા.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યાંગ સાથે ભારતે રોકાણ, ટેકનોલોજી, ગ્રીન હાઇડ્રોજન, શિપબિલ્ડીંગ અને અન્ય ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા અંગે વાતચીત કરી.
યુકેના વડાપ્રધાન કીર સ્ટારમર સાથે મુલાકાત બાદ પીએમ મોદીએ કહ્યું કે ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. આ અદ્ભુત મિત્રતાને વધુ વેગ આપવા માટે આપણે સાથે મળીને કામ કરીશું.
